[weather_data]
Breaking News
TRENDING NEWS

ડીસા તાલુકામાં ખોટા હુકમ દ્વારા સહકારી મંડળીને ગૌચર ફાળવનાર તત્કાલીન અધિકારી સામે FIR

[updated_date] [post_views]

Table of Content

ડીસા : ડીસા તાલુકામાં ગેરકાયદે સરકારી અધિકારીએ ગામની ગૌચર જમીન સહકારી મંડળીને ફાળવી દેવાની ઘટના બનવા પામેલ છે જે મામલો ડીસા કોર્ટ સુધી પહોંચતા બનાસકાંઠા જિલ્લા પંચાયતે વહીવટી તપાસની કાર્યવાહી યથાવત રાખી હતી.આ સમગ્ર ઘટનાક્રમમાં હવે તત્કાલીન અધિકારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ થતાં ડીસા ટીડીઓએ બનાવટી કાગળો બનાવી ગેરકાયદે હુકમ કરનાર સસ્પેન્ડેડ નાયબ પશુપાલન નિયામક શશીકાંત પટેલ વિરુદ્ધ આગથળા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

ડીસા તાલુકાના સરત ગામે સરકારી જમીનની ગેરકાયદે ફાળવણીની ઘટના વર્ષ 2019 દરમ્યાન બની હતી.જેમાં પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. શશીકાંત ડાહ્યાલાલ પટેલે ગામની ધી સરત સામુદાયિક સેવા સહકારી મંડળીને ખોટાં કાગળો બનાવી ગૌચર જમીન આપી દીધી હતી. આ અધિકારી દ્વારા અદ્દલ સરકારી જેવા કાગળો ઉભા કરી સત્તા બહાર જઈ 20 હેક્ટર ગૌચર જમીન આપી હતી.ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની કચેરીના બનાવટી હુકમ તૈયાર કરી બાગાયતી અને ફળફળાદી માટે મંડળીને ફાળવી દીધી હતી. જેની વિગતો સામે આવતાં ખાત્રી કરાવતાં જિલ્લા પંચાયત અને ગૌચર બોર્ડના અધિકારીઓ ચોંકી ગયા હતા.તપાસ કાર્યવાહીને અંતે જિલ્લા પંચાયતે કબ્જો છોડાવવા મહેનત કરી પણ મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો.આ તમામ ગતિવિધિઓ વચ્ચે બનાસકાંઠા ડીડીઓ દ્વારા આદેશ થતાં ડીસા ટીડીઓ ભૂપેન્દ્ર સોલંકીએ તત્કાલીન પશુપાલન અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

ગૌચર બોર્ડના સભ્ય સચિવે પત્ર નં.ગગવબ/હિસાબી/2/2019થી સ્પષ્ટતા કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની કચેરી તરફથી આ જમીનનો હુકમ કરવાની સત્તા કોઈને આપેલી નથી. અન્ય કોઇ અધિકારીને આવી કોઈ સત્તા આપી નથી. નાયબ નિયામક ફરજ બજાવતાં શશીકાંત પટેલ ગૌચર બોર્ડની કચેરીના વડા ન હોવાથી સત્તા બહાર અને નિયમ વિરુદ્ધ ગેરકાયદે હુકમ કર્યો હતો. તેઓની કચેરીની સહાય અંગેના તમામ હુકમ કચેરીના વડાની સહીથી કરવામાં આવે છે. ડૉ. શશીકાંત પટેલ તા 20/08/2018 થી તા. 7/06/2019 સુધી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતાં હતા.

અધિકારીના હુકમમાં પડેલા જાવક નંબર રજીસ્ટરમાં નોંધાયો ન હોવાનું ધ્યાને આવ્યું હતું.જેથી ગૌચર બોર્ડે સદર હુકમ ગેરકાયદે હોઇ રદ્દ કરવા કહ્યું હતું.આ તમામ કાર્યવાહી વચ્ચે પશુપાલન અધિકારી શશીકાંત પટેલને સસ્પેન્ડ કરીને હવે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ડીસા ટીડીઓની ફરિયાદ આધારે આગથળા પોલીસે ફરજ મુક્ત પશુપાલન અધિકારી શશીકાંત પટેલ વિરુદ્ધ આઇપીસી કલમ 465,468,471 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles