રાજયમાં માફીયાઓના દિવસો તો વર્તમાન સરકારે લગભગ પુરા કરી દીધા છે અને હવાલા-મની સામે પણ આકરી કાર્યવાહી થઈ રહી છે તે વચ્ચે એક એન.આર.આઈ.ની રૂા.115 કરોડની ફસાઈ ગયેલી ‘ઉઘરાણી’માં ભાજપના એક ટોચના નેતાએ હવાલો કે સોપારી લીધી હોવાની ચર્ચા આજકાલ કમલમમાં સંભળાઈ રહી છે.આ અંગેની માહિતી મુજબ એક એનઆરપીસી રૂા.115 કરોડથી ઉપરાંત લોકડાઉન સમયની ફસાઈ છે અને તે નાણા છૂટા થાય તે માટે ભાજપના એક ટોચના નેતાની સહાય લેતા તેમના મારફત પોલીસ તંત્ર પણ એકશનમાં આવી ગયું છે.આ પ્રકરણમાં કેટલાક સરકારી અધિકારીઓ પણ સક્રીય થયા છે અને કમલમમાં તે અંગે જબરી ચર્ચા છે અને આગામી દિવસોમાં તેમાં નવા ધડાકાની પણ શકયતા છે.


