રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.જાણે અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે.ક્યારેક પરિવારના સભ્યએ જ પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો કિસ્સો સામે આવે છે.ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીધામમાં સામે આવ્યો છે.જેમાં એક ઇસમે પત્ની અને દીકરીને અવાવરું જગ્યા પર લઇ જઈને તેની હત્યા કરાવી નાંખી હતી.આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.પોલીસે માતા અને દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યારાની ધરપડક કરીને વધુ તપાસ શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર ગાંધીધામમાં ગળપદાર જેલ પાછળ સંજયસિંઘ નામનો યુવક તેની પત્ની અને બે દીકરીની સાથે સમજૂતી કરારથી છેલ્લા 12 વર્ષથી સાથે રહેતો હતો.સંજયન પત્નીનું નામ રજિયા અને એક 13 વર્ષની દીકરીનું નામ સોનિયા હતું.સોનિયા સંજયનું સાવકી દીકરી હતી.સંજયને તેની પત્ની સોનિયા સાથે અવાર નવાર નાની-નાની વાતને લઇને ઝઘડાઓ થતા હતા.આ ઉપરાંત સંજય માટે બંને દીકરીનું ભરણ પોષણ કરવું શક્ય ન હતું.તેથી સંજયે સાવકી દીકરી સોનિયાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.
પત્ની અને બાળકીથી છૂટકારો મેળવવા માટે સંજય તેની પત્ની રજિયા અને દીકરી સોનિયાને કીડાણા ગામ પાસે એક અવાવરું જગ્યા પર લઈ ગયો હતો.સોનિયાને કાચબા ગમતા હોવાના કારણે સંજય દીકરી અને પત્નીને કાચબા દેખાડવાનું કહીને પોતાની બાઈક પર બેસાડીને કિડાણા પાસે આવેલી સીમમાં લઇ ગયો હતો.આ સીમ જઈને સંજયે પત્ની અને દીકરીના માથામાં લાકડાના ફટકા માર્યા હતા.તેથી માતા અને દીકરીનું મોત થયું હતું.ત્યારે લાશને ઠેકાણે પાડવા માટે સંજયે પત્ની અને પુત્રીના મૃતદેહને ગટરમાં ફેંકી દીધા હતા.
માતા અને દીકરીની હત્યા કર્યા પછી સંજય જ્યારે ઘરે ગયો ત્યારે બીજી દીકરીએ માતા અને બહેન ક્યા છે તેમાં પૂછતાં સંજયે તે સંબંધીના ઘરે રોકાઈ ગયા છે તેમાં જણાવ્યું હતું.પણ દીકરીને પિતાના વર્તન પર શંકા જતા બીજી દીકરીએ આસપાસના સ્થાનિક લોકોને પોલીસ બોલાવવા માટે જણાવ્યું હતું. તેથી પોલીસે સંજયના ઘરે પહોંચીને સંજયની ધરપકડ કરી હતી.પોલીસની પૂછપરછમાં સંજયે દીકરી અને પત્નીની હત્યાની કબૂલાત કરી હતી. પોલીસને રજિયા અને સોનિયાનો મૃતદેહ કાસેઝ પાસેથી મળી આવ્યો હતો.હાલ આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સંજય સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપડક કરવામાં આવી હતી.


