By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત મહાનગર પાલિકાની ચુંટણી : નિરસ વાતાવરણ વચ્ચે મતદાનની ટકાવારીમાં નિશ્ચિત ઘટાડો : આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને નુકસાન
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મહાનગર પાલિકાની ચુંટણી : નિરસ વાતાવરણ વચ્ચે મતદાનની ટકાવારીમાં નિશ્ચિત ઘટાડો : આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને નુકસાન
GeneralPoliticsSurat

સુરત મહાનગર પાલિકાની ચુંટણી : નિરસ વાતાવરણ વચ્ચે મતદાનની ટકાવારીમાં નિશ્ચિત ઘટાડો : આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને નુકસાન

HM News
Last updated: 21/02/2021 7:08 AM
HM News
5 years ago
Share
SHARE

– ગત ચુંટણીમાં રાજ્યની તમામ મનપામાં સુરત મનપાનું સૌથી ઓછું 39 ટકા મતદાન નોંધાયું હતું

સુરત : સુરત મહાનગર પાલિકાની ચુંટણીને હવે ગણતરીનાં કલાકો બાકી છે ત્યારે ચુંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા આજે ઈવીએમ મશીનોની ફાળવણી સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડમાં યોજાનાર ચુંટણી માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ચુક્યું છે. 30 વોર્ડ માટે 15 રિટર્નિંગ ઓફિસરો દ્વારા આજરોજ ચુંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને તાલીમ પૂર્ણ કરીને જે તે બુથ મથકની ફરજ સોંપી દેવામાં આવી છે.સુરત મહાનગર પાલિકાની ચુંટણી માટે 3185 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક મતદાન મથક દીઠ સરેરાશ 1032 મતદારો નોંધાયા છે.જો કે,આ વખતે કોરોના મહામારીને પગલે બીએલઓ સહિત ચુંટણી સ્ટાફ દ્વારા ઘરે – ઘરે મતદાન સ્લીપની ફાળવણી કરવામાં આવી નથી.બીજી તરફ રાજકીય પાર્ટીઓ પણ હજી સુધી મતદારો સુધી મતદાન સ્લીપ પહોંચાડવામાં અસક્ષમ સાબિત થઈ રહી છે.આ સ્થિતને પગલે આવતીકાલે સુરત મહાનગર પાલિકાના મતદાન પર સીધી અસર જોવા મળશે.

સને 2015માં રાજ્યભરની મહાનગર પાલિકાઓની યોજાયેલ ચુંટણીમાં સૌથી ઓછું સુરત મહાનગર પાલિકામાં મતદાન થયું હતું.સુરત મહાનગર પાલિકાની ગત ચુંટણીમાં માત્ર 39.63 ટકા મતદાન નોંધાવા પામ્યું હતું. જ્યારે જામનગર મનપામાં સૌથી વધુ 56 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું.જો કે,આ વખતે કોરોના મહામારીને પગલે ચુંટણી પંચ દ્વારા બી.એલ.ઓ. દ્વારા ઘરે – ઘરે મતદાન સ્લીપના વિતરણની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. જેને પગલે હજી સુધી મતદારોએ કયાં બુથ પર મતદાન કરવાનું છે તેની મુંઝવણ સતાવી રહી છે.ભાજપ – કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પણ હજી સુધી મતદાતાઓને ચુંટણીની સ્લીપનું વિતરણ કરવામાં આવ્યું નથી.જેની સીધી અવસર રવિવારે યોજાનાર મતદાન પર પડી શકે તેમ છે. મહાનગર પાલિકાની ચુંટણીમાં હજી સુધી જોઈએ તેવો માહોલ જામ્યો નથી ત્યારે મતદારો સુધી મતદાન સ્લીપ પણ ન પહોંચતા આવતીકાલે સુરત મહાનગર પાલિકાની યોજાનાર ચુંટણીમાં ટકાવારી ઘટીને 30 પર પહોંચે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

2015 માં લિંબાયત – ઉધના માં થયું હતું સૌથી વધુ મતદાન

સુરત મહાનગર પાલિકાની સને 2015માં યોજાયેલ ચુંટણીમાં સરેરાશ મતદાન 39 ટકાની આસપાસ રહેવા પામ્યું હતું. જેમાં માત્ર બે વોર્ડ એવા હતા કે જ્યાં મતદાનની ટકાવારી 50 થી વધુ હતી જ્યારે મોટા ભાગના વોર્ડની ટકાવારી 30 થી 40 ની વચ્ચે રહેવા પામી હતી.ચુંટણી પંચના આંકડા અનુસાર ગત મહાનગર પાલિકાની ચુંટણીમાં સૌથી વધુ મતદાન ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા વોર્ડ નં. 24 લિંબાયત – ઉધના માં નોંધાયું હતું.આ વોર્ડમાં 53.24 ટકા મતદાન નોંધાયું હતું.આ સિવાય ગોડાદરા – ડિંડોલી વોર્ડ નં. 25માં 52 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછા મતદાનની વાત કરીએ તો મહાનગર પાલિકાના વોર્ડ નં. 14 કરંજ – મગોબમાં માત્ર 25 ટકા મતદાન નોંધાયું હતું.

ઓછું મતદાન ભાજપને ફાયદો કરાવશે

ગત મહાનગર પાલિકાની ચુંટણીમાં ઓછા મતદાનનો સીધો લાભ કોંગ્રેસને થવા પામ્યો હતો.છેલ્લા 25 વર્ષમાં પહેલી વખત કોંગ્રેસ મજબુત વિરોધ પક્ષ તરીકે મહાનગર પાલિકામાં પહોંચ્યો હતો.જેમાં સૌથી વધુ લાભ પાટીદાર અનામત આંદોલનને લીધે કોંગ્રેસને થવા પામ્યો હતો.જો કે,આ વખતે સ્થિતિ બદલાઈ ચુકી છે.પાટીદાર અનામત આંદોલન સિમિત અને આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે જેનો સીધો લાભ ભારતીય જનતા પાર્ટીને મળશે તેમાં કોઈ બેમત નથી.આમ,ઓછી ટકાવારી વચ્ચે પણ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ પોતાની નિશ્ચિત જીત સાથે કેટલી બેઠકો વધશે તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને નુકસાન

આવતીકાલે સુરત મહાનગર પાલિકાની યોજાનારી ચુંટણીમાં ચુંટણી સમીક્ષકોનું સૌથી વધુ ધ્યાન આમ આદમી પાર્ટીના પ્રદર્શન પર જોતરાયું છે.આમ આદમી પાર્ટી સુરત શહેરના અન્ય વોર્ડમાં ભલે કોઈ સીટ મેળવવામાં અસક્ષમ હોય પરંતુ પાટીદારોનું વર્ચસ્વ ધરાવતાં સરથાણાથી પુણા – પરવટ પાટીયા સુધીના વિસ્તારોમાં આ વખતે આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલવી શકે છે.પાટીદાર સમાજ પાસે આ ચુંટણીમાં માત્ર બે વિકલ્પને બદલે હવે આમ આદમી પાર્ટીનો ત્રીજો વિકલ્પ મળી ચુક્યો છે. જેનું સીધું નુકસાન કોંગ્રેસે ભોગવવું પડશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના વોર્ડ નંબર 18માં આચારસંહિતા ભંગની ફરિયાદ, ભાજપે મતદાન મથક નજીક ટેબલ ગોઠવી મતદારોને ભોળવવા ડમી EVM મૂક્યાની કોંગ્રેસની રાવ
Next Article વડોદરા: ભાજપના મહિલા સાંસદ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થતા સાંસદ રંજનબેન ભટ્ટને બુથ પરથી બહાર કઢાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up