રાજકોટ : શહેર સહિત રાજ્યભરની છ મહાનગર પાલિકા માટે મતદાનની પ્રક્રિયા શરૂ ચાલી રહી છે.બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા કોંગ્રેસના મહિલા કાર્યકર્તા અને તેના પતિ વિરૂદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે.રાજકોટ કૉંગ્રેસની મહિલા કાર્યકર્તા ચાંદની લિંબાસિયા અને તેમના પતિ પિયૂશ લિંબાસિયાના ઘરમાંથી ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી બ્રાન્ડનો મોટા પ્રમાણમાં મોંઘોદાટ દારૂ મળી આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રાઇમબ્રાંચે આ અંગે જણાવ્યું કે,ચાંદનીબેન નામની મહિલા ફાયરિંગ કરતી હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડીયામા વાયરલ થયો હતો. જે બાબતની તપાસ માટે રાજકોટ શહેરના નારાયણનગર પેડક રોડ ખાતે આવેલ મહિલાના મકાનમાંથી ભારતીય બનાવટનો તથા વિદેશી બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન ઝડપાયા હતા.જેથી એક પ્રકારે પોલીસને બગાસુ ખાતા પતાસુ મળી આવ્યું હતું.
હાલ તો પતિ પત્ની વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે કલમ 336, 114 તથા આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ ચાંદની લિંબાસિયા તેમજ તેના પતિ પિયુષભાઈ લિંબાસિયા વિરુદ્ધ બે જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ પ્રકારે બંદુક કેસમાં આરોપી ચાંદની પર હવે દારૂનો કેસ પણ લાગ્યો છે.


