By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોના મતદાનનો માહોલ જામતો નથી , બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 14.25 ટકા મતદાન : રાજકીય પક્ષોનું વધ્યું ટેન્શન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોના મતદાનનો માહોલ જામતો નથી , બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 14.25 ટકા મતદાન : રાજકીય પક્ષોનું વધ્યું ટેન્શન
GeneralPoliticsSurat

સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોના મતદાનનો માહોલ જામતો નથી , બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 14.25 ટકા મતદાન : રાજકીય પક્ષોનું વધ્યું ટેન્શન

HM News
Last updated: 21/02/2021 9:07 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરત મહાનગરપાલિકામાં કાઉન્સિલરની 120 બેઠકો પરના જંગમાં હવે કોને વિજ્યી બનાવવા તે આજે શહેરના મતદારોના હાથમાં છે.સામાન્ય બનાવોને બાદ કરતાં શહેરમાં શાંતિપૂર્ણ રીતે પરંતુ ધીમીગતિએ મતદાન ચાલી રહ્યું છે.કેટલાક વિસ્તારોમાં સાવ નીરસ માહોલના કારણે રાજકિય પક્ષોએ મતદાન વધારવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે.ઉમદાવારો યુવા અને વૃધ્ધ ઉમેદવારોને મતદાન કરવા પ્રેરી રહ્યાં છે,જોકે બપોરના 1 વાગ્યા સુધીમાં જે ગતિએ મતદાન ચાલી રહ્યું છે તે જોતા મતદાનની ટકાવારી પર અસર પડી શકે છે,બપોર પછી ગૃહિણીઓ કેટલા પ્રમાણમાં મતદાન કરવા બહાર નીકળે છે તેના પર પણ ઘણો મદાર છે.જેથી ભાજપ અને આપના કાર્યકર્તાઓ પોતાના વિસ્તારોમાં ફરીને મતદાન માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે જ્યારે કાર્યકર્તાઓની આંતરિક ચડસાચડસીમાં કોંગ્રેસનો પનો ટૂંકો પડી રહ્યો છે.લોકો પાસે ભાજપ સિવાય વિકલ્પ નહિં હોવાથી અને તેમાંય આ વખતે આપે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઝુંકાવતા કોંગ્રેસના મતો પર તેની સીધી અસર પડી શકે છે.અપક્ષો અને આપ કોંગ્રેસ પાર્ટીના મતો તોડી જશે. જોકે તેમ છતાં કેટલાક વોર્ડમાં કોંગ્રેસની બેઠક યથાવત રહેશે કેમકે કોંગ્રેસના ચોક્કસ મતદારોમાં ક્યારેય ગાબડું નથી પડતું.

સાંસદ દર્શનાબહેન જરદોશ મતદાન બાદ…
આ ચૂંટણીમાં શહેરમાં કુલ 4400 ઈવીએમ મશીનો વિવિધ મતદાન મથકો પર મૂકી દેવામાં આવ્યાં છે.એક્સ્ટ્રા મશીનો પણ રાખવામાં આવ્યા છે જેથી કોઈ ખામી સર્જાય તો તેને બદલવામાં સરળતા રહે.અત્યાર સુધીના મતદાન દરમિયાન ભાજપ,આપ અને કોંગ્રેસ વચ્ચે સામાન્ય હુંસાતુસી જેવી ઘટનાઓ સિવાય ખાસ કોઈ મેજર અપસેટ નથી સર્જાયો.અડાજણમાં આપના કાર્યકર્તાઓને મતદાન મથકમાં પ્રચાર કરતા રોકાયા તો વોર્ડનંબર 18માં કોંગ્રેસ દ્વારા ભાજપ સામે 200 ફૂટની અંદર ટેબલ ગોઠવાયા હોવાની ફરિયાદ કરી છે.મતદાન શરૂ થાય તે પહેલા 20 બેલેટ યુનિટ તથા સાત કંટ્રોલ યુનિટમાં ટેક્નિકલ ખામી સર્જાતા મતદાન શરૂ થાય તે પહેલાં બદલવામાં આવ્યા હતા.

સુરતના મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાની અને તેમના પત્નીએ સાથે મત આપ્યો હતો
સામાન્ય નાગરિકો સિવાય રાજકીય પાર્ટીના આગેવાનોની વાત કરીએ તો તેઓએ સવારથી જ મતદાન કરવાની શરૂઆત કરી દીધી છે.ભારતીય જનતા પાર્ટીના રાજકિય અઘ્યક્ષ સી.આર.પાટીલ,સાંસદ દર્શનાબહેન જરદોશ,શહેરના ધારાસભ્યો, ભાજપના માજી મેયર જગદીશભાઈ અને હાલના મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા તથા કોંગ્રેસ અને આપના આગેવાનોએ વહેલી સવારે મતદાનની શરૂઆત કરી દીધી હતી.સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ તેમના પત્ની સાથે તો ક્લેકટર ધવલ પટેલે સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી દીધો હતો.આ વખતે સુરત મહાનગરપાલિકાના ચૂંટણીજંગમાં કુલ 484 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. મહાનગર પાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતર્યા છે.જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યાં છે.અંદાજે 32.88 લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને કાઉન્સિલર માટે મતદાન કરી રહ્યા છે.

રા્જય આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણી મતદાન બાદ…
આ વખતે પાલિકાની ચૂંટણીમાં 18,17,238 પુરૂષ અને 14,70,999 સ્ત્રી મતદારો મળી કુલ 32,88,352 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ સવારે સાતથી સાંજના 6 વાગ્યા સુધીમાં કરશે. વોર્ડનં. 02માં કુલ 165 મતદાન મથકોમાં સૌથી વધુ 1,73,515 મતદારો નોંધાયા છે, જેમાં મતદાન મથક દીઠ સરેરાશ 1052 મતદારો થાય છે. જ્યારે સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ નં.15 માં 84,646 મતદારો છે.આ વોર્ડમાં મતદાન મથક દીઠ સરેરાશ 1008 મતદારો થાય છે. ચૂંટણીમાં વોર્ડ નં.27 ડિંડોલી (દક્ષિણ)માં સૌથી વધુ 28 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 11 ઉમેદવાર અપક્ષના છે. તો બીજી તરફ વોર્ડ નં.15 કરંજ-મગોબમાં સૌથી ઓછા 12 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

તમામ બુથો ઉપર વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.કોરોના ગાઈડલાઈન સાથે મતદાન શરૂ કરવામાં આવ્યું છે.મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીઓના પડે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે જેલોમાં ભીડ ઓછી કરવાના પગલાં લેવા આપ્યો આદેશ
ઓઢવની પ્રવીણ કાર્ગો ટ્રાન્સપોર્ટ કંપનીનો 54 લાખનો સામાન લઈ બાપ-બેટો ફરાર
‘હું અને સમીર જન્મથી જ હિન્દુ છીએ’ : વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર
સુરતના બંગલાઓમાં બને છે પોર્ન ફિલ્મ : મુંબઈના ક્રાઈમ બ્રાન્ચ સામે સુરતના તનવીર હાશ્મીએ ચોંકાવનારા ખુલાસા કર્યાં
શું ભાજપ સૌથી મોટો પક્ષ બને તો જેડીયુના નીતિશ જ CM બનશે ?
Share This Article
Facebook Email Print
Previous Article BREAKING : CM રૂપાણીએ કોરોના સામે મેળવી જીત, RT-PCR ટેસ્ટ આવ્યો નેગેટિવ
Next Article ગુજરાતની છ મહાનગરપાલિકામાં અંદાજે 26 ટકાથી વધુ મતદાન, છેલ્લી કલાકોમાં વધી શકે છે, મતદાન જાણો ભાજપ -આપ અને કોંગ્રેસના કેટલા ઉમેદવારો મેદાનમાં છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up