રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે.રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે.સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે.ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ તથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.6 મહાનગરપાલિકાની 576માંથી 341ના ટ્રેન્ડમાં 263માં ભાજપ આગળ છે,જ્યારે 49માં કોંગ્રેસ,જ્યારે 29 બેઠકોમાં AAP અને AIMIM ત્રીજો વિકલ્પ બની રહ્યું છે.
સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ,જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે.મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ છે,જ્યારે અમદાવાદ,રાજકોટ,જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ,ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું.જેની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 6 મનપાના ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે.જેમાં સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. જ્યારે દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે.જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે.
રાજકોટમાં બેલેટ પેપરની મત ગણતરી શરૂ થઇ ગઇ છે.બાદમાં EVM ખોલવામાં આવશે.ખરાખરીનો ખેલ શરૂ થતા મત ગણતરી સ્થળે લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજકોટમાં ભાજપમાં 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં.1,4,7,10 અને 13 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે.જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે.કોંગ્રેસનો ફરી કડૂચલો થયો છે.રાજકોટમાં ભાજપે વિજય સરઘસ યોજી જશ્ન મનાવી રહ્યું છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી પોલિટેકનિક કોલેજ ખાતે ચાલી રહીછે. જેમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટી કી ટક્કર જોવા મળી રહી છે. 15 બેઠક પર ભાજપ અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. વોર્ડ નં-4, વોર્ડ-7 અને વોર્ડ નં-10માં ભાજપની પેનલની જીત થઈ છે અને વોર્ડ નં-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વોર્ડ નં-1, 4, 7, 10, 13 અને 16ની ગણતરી પૂર્ણ છે અને હવે વોર્ડ નં-2, 5, 8, 11, 14 અને 17ની મતગણતરી શરૂ થઈ છે.
જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ 16 ની 64 બેઠકો માટેની મત ગણતરી શરૂ કરવામાં આવી છે. જામનગરમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, ભાજપ 11, કોંગ્રેસ 6 અને આપ 4 બેઠક પર આગળ છે. જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો છે. બન્ને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો છે. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ છે. ભાજપ છોડી આપમાં ગયા હતા. માયાવતીની બસપાએ ભાજપની પેનલ તોડી છે. પાંચ બેઠકો પર BSP આગળ છે. વોર્ડ નં. 6 ત્રણ ટર્મથી ભાજપનો ગઢ ગણાતું હતું.
ભાવનગર મતગણતરી LIVEભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર ચૂંટણી લડનારા 211 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. આજે સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી ઇવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી છે. 3 બેઠક પર ભાજપ અને 1 પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નંબર.1,4,7,11ની ગણતરી થઇ રહી છે. ભાવનગર વોર્ડ નં.1માં ભાજપના ઉપેન્દ્રસિંહ 1323 વોટથી આગળ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી છે. વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે. ભાવનગરમાં મનપામાં ફરી સત્તા હાંસલ કરવાની દિશામાં આગળ છે. 30 બેઠક ભાજપ અને 8 પર કોંગ્રેસ આગળ છે.


