દાનહના સાંસદ મોહન ડેલકર સુસાઇડ પ્રકરણમાં મુંબઈ કોંગ્રેસ દ્વારા તળિયા ઝાટક તપાસની માંગ કરવામાં આવી છે,મોહન ડેલકર ને આત્મહત્યા કરવાની કથિત રીતે ફરજ પાડનાર અધિકારીઓ કોના ઈશારે પ્રેશર ઉભું કર્યું હતું અને શા માટે આત્મહત્યા કરી વગરે કારણો તપાસવા મૃતક ના પુત્ર નું પણ નિવેદન સામે આવી ચૂક્યું છે ત્યારે મુંબઇ કોંગ્રેસના સચિન સાવંત દાદરાના સાંસદ મોહન દેલકરના મોતમાં ભાજપની ભૂમિકાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરશે.
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા સચિન સાવંત મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને દાદરાના સાંસદ મોહન ડેલકરના મોત મામલે ભાજપની કથિત ભૂમિકાની તપાસ માટે વિનંતી કરશે,બીજી તરફ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ માં આપઘાત કર્યાનો ખુલાસો થયો છે.

