By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતના કાપોદ્રા-પૂણામાં જીતેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જુઓ કેટલા મત મળ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના કાપોદ્રા-પૂણામાં જીતેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જુઓ કેટલા મત મળ્યા
GeneralSurat

સુરતના કાપોદ્રા-પૂણામાં જીતેલી આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જુઓ કેટલા મત મળ્યા

HM News
Last updated: 23/02/2021 9:35 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે.સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 16 બાદ વોર્ડ નંબર 2મા પણ આમ આદમી પાર્ટીએ બાજી મારી લીધી છે અને AAPના ઉમેદવારોનો વિજય થયો છે. વોર્ડ નંબર 4 કાપોદ્રા અને વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)માં આમ આદમી પાર્ટીએ જીત હાંસલ કરી છે.વોર્ડ નંબર 4માંથી ધર્મેન્દ્ર છગન વાવલિયા, ઘનશ્યામ ગોવિંદ મકવાણા, સેજલ જીગ્નેશ માલવિયા અને કુંદન હરેશ કોઠિયાનો વિજય થયો છે.આ ઉપરાંત વોર્ડ નંબર 16 પુણા(પશ્ચિમ)માંથી પાયલ કિશોર સાકરિયા,જીતેન્દ્ર પાંચા કાછડિયા,વિપુલ ધીરુ મોવલીયા અને શોભના કિરીટ કેવડીયાનો વિજય થયો છે.

ત્યારે હવે ખબર પડી રહી છે કે,વોર્ડ નંબર 2મા મોનાલી અરવિંદભાઈ હિરપરા,રાજેશભાઈ રાઘવભાઈ મોરડિયા,અલ્પેશ અશોકભાઈ પટેલ અને ભાવનાબેન ચીમનભાઈ સોલંકી ઉમેદવારોનો વિજય થયો છે. પૂણા(પશ્ચિમ) અને કાપોદ્રામાં આપના ઉમેદવારોને મળેલા મતના આંકડા આવી ગયા છે,જે મુજબ સુરતમાં કોંગ્રેસ અને ભાજપના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં એન્ટ્રી કરી છે.ત્રણ વોર્ડમાં જીત હાંસલ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો છે.મતગણતરી કેન્દ્ર બહાર આમ આદમી પાર્ટીના જ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે.

વોર્ડ નંબર 4ના કાપોદ્રાની વાત કરીએ તો આ વોર્ડ પર કુંદન કોઠિયાને 21623, સેજલ માલવિયાને 19687, ઘનશ્યામ મકવાણાને 20862 અને ધર્મેન્દ્ર વાવલિયાને 21180 મત મળ્યા છે,જ્યારે વોર્ડ નંબર 16 પૂણા(પશ્ચિમ)માં આપના ઉમેદવાર પાયલ સાકરિયાને 23154, શોભના કેવડિયાને 21348, જીતેન્દ્ર કાછડીયાને 24119 અને વિપુલ મોવલિયાને 22510 મતો મળ્યા છે.

બપોરે 2.40 કલાક સુધીનું અપડેટ…

02:37 PM – 2.31 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપની 52 બેઠક પર જીત

02:34 PM – રાજકોટમાં કોંગ્રેસ શહેર પ્રમુખનું રાજીનામું, એકપણ સીટ પર કોંગ્રેસે હજુ ખાતું નથી ખોલાવ્યું રાજકોટમાં

02:28 PM – સુરતના વોર્ડ 15 કરંજ-મગોબમાં ભારતીય જનતા પાર્ટીની જીત

02:06 PM – ઉમરવાડા-માતાવાડીના વોર્ડ 14મા ભાજપની આખી પેનલ જીતી

02:05 PM – સુરતના કતારગામમાં આખી પેનલ પર ભાજપની જીત

02:04 PM – વડોદરામાં પણ ભાજપની જીત પાક્કી. 13 વોર્ડની 45 બેઠકો પર ભાજપનો વિજય, કોંગ્રેસ 7 બેઠકો જીતી શકી છે

01:55 PM – જામનગરમાં શહેર કોંગ્રેસ પ્રમુખની હાર

01:55 PM – વિજયોત્સવમાં CM વિજય રૂપાણી અને સી.આર.પાટીલ બંને હાજર રહેશે

01:54 PM – અમદાવાદમાં સાંજે 7 કલાકે ભાજપ વિજયોત્સવ મનાવશે

01:37 PM – ગુજરાતની 6 મહાનગરપાલિકામાં બપોરે 01.30 કલાક સુધીના અપડેટ મુજબ ભાજપ 296 અને કોંગ્રેસ 48 બેઠક પર આગળ

01:23 PM – સુરતમાં વોર્ડ નંબર 10, 14, 15, 23 અને 29મા ભાજપની જીત

01:07 PM – જામનગરમાં વોર્ડ 13મા ભાજપની 3 અને કોંગ્રેસની 1 બેઠક પર જીત

01:06 PM – વડોદરામાં વોર્ડ નંબર 7, 8, 17મા ભાજપની પેનલની જીત

12:59 PM – કિરીટ સોલંકીએ કહ્યુ- ભાજપ તમામ 6 મનપા ચૂંટણી જીતશે

12:52 PM – અમદાવાદના નવરંગપુરામાં ભાજપની પેનલનો વિજય

12:50 PM – રાજકોટમાં 48 બેઠક પર ભાજપ આગળ, કોંગ્રેસ એકપણ વોર્ડમાં આગળ નહીં

12:41 PM – સુરતના વોર્ડ નંબર 23 બમરોલી-ઉધના(ઉત્તર)માં ભાજપની પેનલની જીત

12:36 PM – અમદાવાદના દાણીલીમડામાં કોંગ્રેસનો વિજય

12:30 PM – રાજકોટના વોર્ડ નંબર 8 માં ભાજપના ઉમેદવારોની જીત

12:18 PM – સુરતના વોર્ડ નંબર 14માં ભાજપની પેનલની જીત

12:11 PM – બપોરે 12 કલાક સુધીમાં જામનગરમાં ભાજપ 23, કોંગ્રેસ 4 બેઠક પર આગળ

12:10 PM – બપોરે 12 કલાક સુધીમાં ભાવનગરમાં ભાજપ 26, કોંગ્રેસ 6 બેઠક પર આગળ

12:10 PM – બપોરે 12 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપ 22, કોંગ્રેસ 4 બેઠક પર આગળ

12:10 PM – બપોરે 12 કલાક સુધીમાં સુરતમાં ભાજપ 46, કોંગ્રેસ 10 અને AAP 18 બેઠકો પર આગળ

12:10 PM – બપોરે 12 કલાક સુધીમાં વડોદરામાં ભાજપ 15, કોંગ્રેસ 10 બેઠક પર આગળ

12:10 PM – બપોરે 12 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 65, કોંગ્રેસ 10, અન્ય 4 બેઠક પર આગળ

12:07 PM – સુરત વોર્ડ નંબર 16 માં આમ આદમી પાર્ટી પેનલ વિજેતા બની

11:58 AM – ભાવનગરના કરચલીયા પરા વોર્ડમાં ભાજપની પેનલની જીત

11:56 AM – ભાવનગરના ચિત્રા ફુલસર નારી વોર્ડમાં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત

11:51 AM – સુરતના વોર્ડ 3, 4, 5, 16 અને 17મા આમ આદમી પાર્ટી આગળ

11:46 AM – રાજકોટના વોર્ડ 10મા ભાજપની આખી પેનલની જીત

11:31 AM – જામનગરના વોર્ડ 1મા કોંગ્રેસની પેનલનો વિજય

11:27 AM – વડોદરાના વોર્ડ 7મા ભાજપની પેનલની જીત

11:24 AM – સવારે 11 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 73 કોંગ્રેસ 16 સીટ પર આગળ

11:21 AM – વસ્ત્રાલમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય

11:15 AM – નિકોલ, ખોખરામાં ભાજપની પેનલની જીત

11:15 AM – અમદાવાદના ગોતામાં ભાજપની પેનલનો વિજય

11:14 AM – જામનગરના વોર્ડ 13મા ભાજપના 3 ઉમેદવારની જીત

10:50 AM – રાજકોટ વોર્ડ નં.7માં ભાજપનો જંગી લીડથી વિજય

10:44 AM – અમદાવાદના થલતેજ, જોધપુરમાં ભાજપની જીત

10:43 AM – સવારે 10.45 કલાક સુધીમાં રાજકોટમાં ભાજપ 26 અને કોંગ્રેસ 6 સીટ પર આગળ

10:43 AM – જામનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 અને અન્ય 4 સીટ પર આગળ

10:43 AM – ભાવનગરમાં ભાજપ 20 અને કોંગ્રેસ 4 સીટ પર આગળ

10:40 AM – વડોદરાના વોર્ડ 1મા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષ પટેલની હાર

10:39 AM – અમદાવાદમાં ભાજપ 70 કોંગ્રેસ 16 સીટ પર આગળ

10:35 AM – વડોદરા વોર્ડ 6મા કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને અલકા પટેલની જીત

10:34 AM – અમદાવાદના થલતેજમાં ભાજપની પેનલનો વિજય

10:32 AM – વડોદરાના વોર્ડ 1મા કોંગ્રેસના ઉમેદવારોની જીત

10:31 AM – વડોદરામાં વોર્ડ 16માં ભાજપના બે ઉમેદવારની જીત, ભાજપના ઘનશ્યામ સોલંકી અને સ્નેહલ પટેલની જીત

10:29 AM – ભાવનગરમાં મતગણતરી કેન્દ્ર બહાર કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો

10:23 AM – બહેરામપુરા વોર્ડમાં ઓવૈસીની પાર્ટી AIMIM આગળ

10:03 AM – 576 બેઠકમાં 114 પર ભાજપ આગળ અને 28 પર કોંગ્રેસ આગળ

10:03 AM – જોધપુર, ગોતા, અસરવા, નિકોલમાં ભાજપ આગળ

09:59 AM – સવારે 10 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 35 અને કોંગ્રેસ 20 સીટ પર આગળ

09:39 AM – સવારે 9.40 કલાક સુધીમાં ભાજપ અમદાવાદમાં 20 સુરતમાં 10, રાજકોટમાં 11, વડોદરામાં 9, જામનગરમાં 9 અને ભાવનગરમાં 6 સીટ પર આગળ

09:31 AM – સુરતમાં સવારે 9.30 કલાક સુધીમાં જામનગરમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ

09:26 AM – બેલેટ પેપર મતગણતરીમાં 14 પર ભાજપ આગળ અને અમદાવાદના દાણીલીમડામાં કૉંગ્રેસ આગળ

09:18 AM – સુરતમાં સવારે 9.15 કલાક સુધીમાં સુરતમાં ભાજપ 6, રાજકોટમાં 4 સીટ પર આગળ

09:18 AM – સવારે 9.15 કલાક સુધીમાં અમદાવાદમાં ભાજપ 6 અને કોંગ્રેસ 2 સીટ પર આગળ

09:08 AM – રાજકોટમાં ભાજપના કશ્યપ શુક્લ પાર્ટીના નિશાન સાથે જતા મગજમારી થઈ

08:56 AM – સુરતની SVNIT કોલેજ ખાતે મતગણતરી દરમિયાન લોકોની ભીડ ઉમટવાની શરૂ

08:56 AM – અમદાવાદમાં L.D. એન્જિનીયરિંગ કોલેજની બહાર એક CCTV કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે.

08:47 AM – 6 મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનની ટકાવારી

08:44 AM – સુરતના વોર્ડ 20મા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને 50-50 પોસ્ટલ મત

08:43 AM – સવારે 9 કલાકથી EVM મતગણતરી શરૂ થશે

08:43 AM – પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article તમામ છ મહાપાલિકાઓમાં ભાજપનો વિજય વાવટો: રાજકોટમાં કલીનસ્વીપના આસાર
Next Article BRAKING : સાંસદ મોહન ડેલકર આત્મહત્યાનો મામલો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી બાબત કે …
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up