સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવી સત્તાના મદમા ભાન ભૂલ્યા છે.નસવાડીના હરીપુરા ગામે પંચાયત અને પાલિકાની ચૂંટણીનો પ્રચાર કરી રહેલા અભેસિહ તડવીએ,એક જાગૃત મતદાર એવા ગ્રામ્યજનને જાહેરમાં ખખડાવ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે.ધારાસભ્યને અણગમતા સવાલ પુછનાર મતદાર એવા ગ્રામ્યજનને ધારાસભ્યે તતડાવી નાખ્યા.ઘમકીથી મત ના મગાય તેમ,તેમ ધારાસભ્યને કહેનારા મતદારને ગામની વચ્ચે જ,ભારે રોફથી ભાજપના ધારાસભ્ય અભેસિહ ગ્રામ્યજનને તતડાવતા કહે છે કે,તુ જા અહીથી,તુ મત નહી આપે તો મને ફેર નથી પડવાનો,અનાજ આવ્યુ છે,તમે ખાધુ છે,હવે ઋણ ચુકવવાનો વિષય આવ્યો છે ભાઈ,તમને જે યોગ્ય લાગે તે કરજો,મત નહી મળે તો મને ફેર પડવાનો નથી.અમે કામ કરીને બેઠા છીએ.સરપંચ કેટલા રૂપિયા આપ્યા છે ? ધારાસભ્યે કેટલા રૂપિયા આપ્યા છે ?


