મુંબઈ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ના મુંબઈ ખાતેના સત્તાવાર નિવાસસ્થાન બહાર વિસ્ફોટક ભરેલી કાર લાવારીસ હાલતમાં મળી આવ્યાં આ પ્રકરણમાં નવા નવા વળાંક આવી રહ્યા છે અને કારના મૂળ માલિક ગુજરાતી શખસના શંકાસ્પદ મૃત્યુ બાદ નવા ધડાકા થઇ રહ્યા છે.
આ પ્રકરણમાં હવે એવી હકીકત બહાર આવી છે કે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામનાર મનસુખ ગત 2જી માર્ચના રોજ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ચિઠ્ઠી લખી હતી અને તેમાં તેણે પોલીસ દ્વારા થઈ રહેલી સતત હેરાન ગતિની ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ બાદ મહારાષ્ટ્ર મુખ્યમંત્રીએ શું પગલાં લીધા હતા અને કેવો પ્રતિભાવ આપ્યો હતો તે મારામાં હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી અને આ પ્રકરણમાં વધુ ને વધુ રહસ્યમય બની રહ્યો છે અને તેને પગલે રાજકિય આલમમાં ભારે ચકચાર મચી છે અને ઉદ્ધવ ઠાકરે પર જાતજાતના આરોપ મુકવામાં આવી રહ્યા છે.ભાજપના નેતા ફડણવીસ દ્વારા પણ એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે મનસુખ પર પોલીસ કારણ વગર દબાણ કરી રહી છે અને તેને પરેશાન કરવામાં આવી રહ્યો છે માટે આ બારામાં ઊંડી તપાસ થવી જોઇએ અને સત્ય હકીકત બહાર આવવી જોઈએ.
આ કેસમાં અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે અને એવી હકીકત પણ બહાર આવી છે કે મનસુખને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તે પાછો ફર્યો જ ન હતો.મહારાષ્ટ્ર વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેના થોડાક જ સમય બાદ મનસુખ નો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ એમ કહ્યું છે કે મનસુખ આત્મહત્યા કરી લીધી છે પરંતુ તપાસમાં એવું બહાર આવ્યું છે કે તેના મોઢા પર પાંચ જેટલા રૃમાલ બાંધેલા મળ્યા છે અને આ પ્રકરણ રહસ્યના આટાપાટામાં ગૂંચવાતો જાય છે.

