ગુજરાતમાં કોરોનાના કેસ વધતા ગુજરાત હાઈકોર્ટેરાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે કે, રાજ્યમાં 3-4 દિવસનુ લોકડાઉન કરો.ગુજરાત હાઈકોર્ટે,રાજ્યમાં રોજબરોજ કોવીડ19ના covid 19 કેસની સંખ્યા વધતી જોઈને નિર્દેશ કર્યો છે.ગુજરાતમા કોરોનાના કેસની સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે લોકડાઉન જ એક ઉપાય હોવાથી,ગુજરાતમાં 3-4 દિવસનુ મીની લોકડાઉન કરીને કેસને નિયંત્રણમાં લેવા કહ્યું છે.શક્ય હોય તો સપ્તાહના અંતે કરફ્યુ પણ લગાવવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ખંડપીઠે આજે ગુજરાત સરકારને કોરોના સંદર્ભે નિર્દેશ કર્યો છે.હાલની કોરોનાની બીજી લહેરની સ્થિતિને કાબુમા લઈને લોકોમાં કોરોનાનુ સંક્રમણ વધતુ અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટે અન્ય પણ કેટલાક નિર્દેશ ગુજરાત સરકારને કર્યા છે.જેમાં જરૂર પડે સપ્તાહના અંતે કરફ્યુ લાદવા પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને કહ્યું છે.આ સ્થિતિમાં રાજકીય અને સામાજીક કાર્યક્રમો સંદતર બંધ કરવા પણ નિર્દેશ કરાયો છે.કોરોનાને કાબુમા લેવા માટે કેન્દ્રીય ગૃહ વિભાગે અને આરોગ્ય વિભાગે જાહેર કરેલ માર્ગદર્શિકાઓ તેમજ એસઓપીનું SOP કડકાઈથી પાલન કરવા પણ ગુજરાત સરકારને હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.
ગુજરાત હાઈકોર્ટે Gujarat High Court આજે કરેલા નિર્દેશને પગલે, ગુજરાત સરકાર હવે આગામી શુક્રવાર સુધીમાં લોકડાઉન કે કરફ્યુ અંગેની કોઈ મોટી જાહેરાત કરી શકે છે.ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશ બાદ ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક મળશે.જેમાં કેવા પ્રકારનું લોકડાઉનરાખવું. ખાસ કરીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યા લઈને કેવા પ્રકારની છુટછાટ આપવી.સપ્તાહના અંતે એટલે કે શનિવાર અને રવિવારે લોકો બિનજરૂરી ઘરમાંથી બહાર નિકળી રહ્યાં છે ત્યારે શનિવાર અને રવિવારે કયા કયા વિસ્તારોમાં કરફ્યુ લાદવો,કરફ્યુ માટેનો સમય શુ રાખવો વગેરે અંગે ગુજરાત સરકારની કોર કમિટી નિર્ણય લેશે.
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશના અનુસંધાને ગુજરાત સરકાર જે કોઈ પગલા લેશે તેનાથી ચોક્કસ કોરોનાની સ્થિતિને નિયંત્રણમાં લઈ શકાશે. સાથોસાથ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જે રીતે દર્દીઓની સંખ્યા વધી રહી છે તેને અવશ્ય ઘટાડો કરીને કોરોનાથી થતા મૃત્યુનો આંક જરૂરથી નીચો લાવી શકાશે.


