નવી દિલ્હી: દેશના કોરોના સંક્રમણના સતત વધતા જતા કેસો વચ્ચે વિકએન્ડ લોકડાઉન સહિતના પ્રતિબંધાત્મક આદેશો અમલમાં આવવા લાગતા જ ગુજરાત સહિતના રાજયમાં કામ કરતા પરપ્રાંતીય કામદારોમાં લોકડાઉન આવશે જ તેવા ભય સાથે હિજરત શરુ થઈ ગઈ છે અને હાઈવે ફરી ખાનગી બસો તથા અન્ય વાહનોથી ધમધમવા લાગ્યા છે તો જે કંઈ ટ્રેનો દોડે છે તે પણ ફરી પરપ્રાંતીય કામદારોથી ફુલ થવા પામી લાગે છે.ગત વર્ષ અચાનક જ લોકડાઉન લાદી દેવાતા લાખો કામદારોએ તેમના વતન પહોંચવા જે દોટ મુકી હતી તેવા દ્રશ્યો ફરી સર્જાય નહી તેથી જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પુર્ણ લોકડાઉન નહી આવે તેવી જાહેરાત કરવી પડી છે પણ રાજયો વિકએન્ડ લોકડાઉન લાદી રહ્યા છે અને તેથી કામદારોમાં ભયનો માહોલ છે. ખાનગી પ્રવાસી ઉતરપ્રદેશ,બિહાર જતી બસોની માંગ છે.દિલ્હી આસપાસના ઔદ્યોગીક ક્ષેત્રમાં આ દ્રશ્યો જોવા મળે છે તો મહારાષ્ટ્ર,ગુજરાતમાં ઔદ્યોગીક ક્ષેત્રોમાં પણ કામદારોની હિજરત શરુ થઈ છે.


