મુંબઈ , તા. ૧૨ :. દેશમાં એકધારા કોરોનાના કેસ વધતા રોકાણકારો ચિંતાતુર બન્યા છે ત્યારે આજે સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજાર ધડામ થઈ ગયુ છે.સેન્સેકસ આ લખાય છે ત્યારે ૧૨૩૩ પોઈન્ટ ઘટીને ૪૮૩૫૮ ઉપર ટ્રેડ કરે છે અને નિફટી ૩૬૨ પોઈન્ટ ઘટીને ૧૪૪૭૨ ઉપર છે.
શેરબજારમાં ચોતરફા વેચવાલી જોવા મળી રહી છે અને તમામ સેકટર રેડઝોનમાં જોવા મળી રહ્યા છે.દિગ્ગજ શેરોના હાલ બેહાલ થઈ ગયા છે.કોરોના વાયરસના પ્રકોપના કારણે બજાર તૂટયુ છે.
બજાજ ઓટો ૩૫૦૧ , એસબીઆઈ ૩૩૨, ઈન્ડસ બેન્ક ૮૬૨, ડીસીબી ૯૪, આઈઓબી ૧૬, બીઓઆઈ ૬૯, ડીએલએફ ૨૫૮, ભેલ ૪૭, મહેન્દ્રા ૧૨૮, રીલા. પાવર ૪.૩૨. સન ફાર્મા. ૬૪૦, ઈપ્કા. ૨૧૬૪, ફોર્ટીસ હેલ્થ ૨૧૪ ઉપર છે.આ ઉપરાંત દિગ્ગજ શેર જેમ કે હિન્દુ યુનિ., નેસ્લે, ટીસીએસ, રિલા., ટેક. મહિન્દ્રા, આઈટીસી, આઈસીઆઈસી બેન્ક, એચડીએફસી, બજાજ ઓટો, પાવર ગ્રીડ, ઓએનજીસી પણ તૂટયા છે.