By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશભરમાં કોરોના સંક્રમણ વિસ્ફોટક થતાં ભારતીય શેરબજારમાં સરેરાશ ૮૮૦ પોઈન્ટનો કડાકો…!!!
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > દેશભરમાં કોરોના સંક્રમણ વિસ્ફોટક થતાં ભારતીય શેરબજારમાં સરેરાશ ૮૮૦ પોઈન્ટનો કડાકો…!!!
BusinessFeaturedNationalStock Market

દેશભરમાં કોરોના સંક્રમણ વિસ્ફોટક થતાં ભારતીય શેરબજારમાં સરેરાશ ૮૮૦ પોઈન્ટનો કડાકો…!!!

HM News
Last updated: 19/04/2021 10:45 AM
HM News
4 years ago
Share
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૪.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૪૮૮૩૨.૦૩ સામે ૪૭૯૪૦.૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૪૭૩૬૨.૭૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૫૮.૦૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૮૨.૬૧ પોઈન્ટના ઘટાડા સાથે ૪૭૯૪૯.૪૨ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૬૪૫.૭૦ સામે ૧૪૩૯૯.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૨૧૩.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૫.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૧.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૪૩૮૪.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

દેશભરમાં ફરી કોરોના સંક્રમણની બીજી લહેરમાં વિસ્ફોટ થતાં કટોકટીની પરિસ્થિતિ ઊભી થતાં અને મહારાષ્ટ્રમાં કેસોમાં અસાધારણ વધારાના પરિણામે ફરી લોકડાઉનના પગલાં લેવાની રાજય સરકારને ફરજ પડતાં તેમજ ગુજરાત સહિતના રાજયોમાં પણવણસતી પરિસ્થિતિને લઈ આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા ફરી દેશભરમાં લોકડાઉનના પગલાં લેવાયએવી બતાવાતી શકયતાએ અને બેંકોની એનપીએમાં ફરી જંગી વધારો થવાના અંદાજોએ આજે ભારતીય શેરબજારમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરો પાછળ કડાકો બોલાઈ ગયો હતો.

કોરોના સંક્રમણ પ્રસરવાની સાથે માર્ચ માસથી જ રોજગાર પર પ્રતિકૂળ અસર થવાની શરૂઆત થઇ હતી. સંક્રમણમાં વધારાના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્ય પ્રદેશ, છતીસગઢ સહિતના અન્ય રાજ્યોમાં નાઇટ કરફ્યુ અને મીની લોકડાઉનના કારણે તેમજ અન્ય નિયમોની રોજગાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. આ નિયમોના કારણે પર્યટન ક્ષેત્ર પર પણ પ્રતિકૂળ અસર થઇ છે. દેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેર અત્યંત વિસ્ફોટક બની રહી હોઈ આ મહામારીથી સર્જાયેલી ભયંકર હેલ્થ કટોકટીમાં ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા આ માટે બનાવવા આવતી દવાઓની માંગમાં અસાધારણ વધારાને લઈ આજે સતત ફાર્મા શેરોમાં તેજી રહી હતી.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર હેલ્થકેર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૭૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૯૯ અને વધનારની સંખ્યા ૭૭૩ રહી હતી, ૨૦૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૬૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૩૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના સંક્રમણથી ફરી વિશ્વ ઘેરાઈ રહ્યું હોઈ વિશ્વભરમાં ફરી લોકડાઉનની વિકટ પરિસ્થિતિ ઊભી થઈ રહી હોઈ અને ભારતમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, મધ્ય પ્રદેશ સહિતના રાજયોમાં કોરોનાના વિસ્ફોટે પરિસ્થિતિ કાબૂ બહાર જવા લાગી હોઈ આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ સહિતના રાજયોમાં ચૂંટણી સંપન્ન થયા બાદ પરિસ્થિતિ વણસવાના સંજોગોમાં ફરી દેશવ્યાપી લોકડાઉનની બતાવાતી શકયતાએ આર્થિક મોરચે પીછેહઠના ભયે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે સતત સાવચેતી વધવાની શકયતા છે.

દેશમાં મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં ફરી કડક પગલાંની સાથે ગુજરાત સહિતના અન્ય રાજયોમાં વણસતી પરિસ્થિતિને લઈ ફરી લાંબા લોકડાઉનની બતાવાતી શકયતા વચ્ચે જો આ લોકડાઉન લાગુ થશે તો બજારમાં મોટા કડાકા સાથે ઈન્ડેક્સ બેઝડ તોફાની વધઘટની પૂરી શકયતા વચ્ચે સાવચેતી જરૂરી બની રહેશે. કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૨૧ના અંતના ત્રિમાસિક અને વાર્ષિક પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં મંગળવાર ૨૦,એપ્રિલ ૨૦૨૧ના રોજ નેસ્લે ઇન્ડિયા લિ. ના રિઝલ્ટ અને ૨૨,એપ્રિલના સિએન્ટ લિમિટેડ, ટાટા એલેક્સી તેમજ ૨૩,એપ્રિલના HCL ટેકનોલોજીના જાહેર થનારા પરિણામો પર નજર રહેશે.

હવે મણિપુર મામલે CBI સત્તાવાર રીતે તપાસ શરૂ કરશે
મની લોન્ડરિંગ કેસ પ્રકરણમાં અભિનેત્રી જેકલીનની સતત 2જે દિવસે એન્ફોર્સમેન્ટ ખાતાએ કરી પૂછપરછ
ખાતામાં મિનિમમ બેલેન્સ નહી જાળવતા ગ્રાહકો પાસેથી બેંકોએ રૂ.૧૦,૦૦૦ કરોડ ખંખેરી લીધા
મોદી સરકાર શોધી રહી છે મોગલ બાદશાહ ઔરંગઝેબના ભાઈ દારા શિકોહની કબ્ર
કર્ણાટકના મંડ્યા પહોંચ્યા સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના કાળમાં બેડ -ઓકિસજન- ડોકટર ઇન્જેકશનોની અછત વચ્ચે થતાં મૃત્યુનો હવાલો આપીને મુખ્યમંત્રી બદલવાની સાજીષ તો નથી રચતા ને ?
Next Article દેશમાં ઓક્સિજનની અછતને પહોંચી વળવા રેલવેનો મોટો નિર્ણય, ઓક્સિજન એક્સપ્રેસ દોડાવશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up