– અલગ અલગ સ્મશાનભૂમિમાં રોજના 40 જેટલા મૃતદેહોની અંતિમક્રિયા થાય છે
સુરત : સુરત શહેરમાં કોરોના સંક્રમણ વ્યાપ કેટલી હદે વધ્યું છે તે કેટલાક દ્રશ્યો જતા આપણે સમજી શકીએ છે.દિવસેને દિવસે કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થઈ રહ્યા છે.સાંજે આવતા મૃતદેહો માટે સ્મશાનભૂમિમાં સવારથી તૈયારીઓ કરવાની શરૂઆત કરી દેવાય છે આનાથી દુઃખદ દ્રશ્ય બીજા કયા હોઇ શકે?
સુરત શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલના મળીને રોજના અંદાજે 70 થી 80 મૃતદેહો સ્મશાને પહોંચી રહ્યા છે.સરકારી ચોપડે આંકડા કંઈક અલગ રજૂ કરી રહ્યા છે.પરંતુ સુરત શહેરની સ્થિતિ ખૂબ જ વિકરાળ બની છે.સુરતના કુરુક્ષેત્ર અશ્વિનીકુમાર, ઉમરા સ્મશાન ગૃહમાં મૃતદેહોની લાગ્યા બાદ પાલ ખાતે બંધ થયેલા સ્મશાનગૃહને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે.કૈલાશધામ સ્મશાન ગૃહમાં સવારથી મૃતદેહને અગ્નિદાહ આપવા માટેની તૈયારી વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે.અંદાજે રોજના 35થી 45 મૃતદેહોને અંતિમ ક્રિયા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.
મૃતદેહો આવે તે પહેલા આટલી મોટી સંખ્યામાં તેના અંતિમ ક્રિયાની તૈયારી કરવી પડે એ દ્રશ્ય જોતા ભલભલા ધ્રુજી ઉઠે છે.સુરત શહેરના સ્મશાન ગૃહની પણ એવી જ સ્થિતિ થઈ છે.સિવિલ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલમાંથી આવતા મૃતદેહોને બંધ સમયસર અંતિમક્રિયા કરી શકાય તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે.લોકોએ ગંભીરતાથી બચાવ માટે ખૂબ કાળજી લેવાની જરૂર જણાઈ રહી છે.શહેરમાં મેડિકલ સારવાર સમયસર મળી જ રહેશે એવું માની લેવાની જરું નથી.સચેત રહે ને કોરોના સંક્રમણ ન થાય તેના માટે લોકોએ તકેદારી રાખવી પડશે માત્ર વહીવટી તંત્રના પ્રયાસથી કોરોના સંક્રમણને કાબૂમાં લેવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું છે.સ્મશાન ગૃહની સ્થિતિ વધુને વધુ દયનીય થવા જઈ રહી છે.


