અમદાવાદમાં બુધવારે કોરોનાના 5000 જેટલા કેસ નોંધાયા બાદ શહેરની સ્થિતિ અત્યંત નાજુક બની છે.ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવે તેવી અટકળો કરવામાં આવી રહી છે.અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણ સામે લડવા માટે જીએમડીસીની કોરોના હોસ્પિટલની શરૂઆત કરાવવા આવી શકે છે.
સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ડીઆરડીઓએ ઊભી કરેલી 900 બેડની હોસ્પિટલની શરૂઆત કરાવવા માટે અમિત શાહ પોતે અમદાવાદ આવી શકે છે.એક અમદાવાદમાં બેડની ભારે અછત સર્જાઈ હતી અને બીજી તરફ કોરોના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જીએમેડીસીમાં ઑક્સિજન સાથે 900 બેડની હોસ્પિટલ ઘોડાવેગે ઊભી કરવામાં આવી.ત્યાં 100 બેડ તો કાર્યાન્વિત પણ થઈ ચુક્યા છે.ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ તેને ઝડપથી જનતા માટે ખુલ્લી રખાવવા જ અમદાવાદ આવી શકે એવું ચર્ચાઈ રહ્યું છે.


