સુરત : સુરત શહેરમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ સર્જાઇ રહી છે.માંડ માંડ બેડો મળતા દર્દીઓની સારવાર શરૃ થઇ હતી.ત્યાં તો રેમડેસીવીર ઇન્જેકશનની અછત ઉભી થતા સુરત જિલ્લા કલેકટરે વિતરણ વ્યવસ્થા કરવી પડી હતી.હજુ આ ઇન્જેકશનનો જથ્થો પુરતા પ્રમાણમાં આવતો નથી.તેની બૂમ તો સંભળાઇ જ રહી છે.ત્યારે આજથી એકાએક ઓકિસજનની અછત ઉભી થઇ છે.રેમડેસીવીર ઇન્જેકશનો તો મળી શક્યા હતા.પરંતુ હવે ઓકિસજન મળવો ખૂબ મુશ્કેલ છે.શહેરીજનોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે છેલ્લા પખવાડિયાથી શહેરને પુરતા પ્રમાણમાં ઓકિસજનનો જથ્થો મળી રહેતો હતો.તો પછી આ એકાએક શા માટે આવી સ્થિતિ ઉત્પન્ન થઇ ? શુ સુરતને નર્કાગારમાં ધકેલવા માંગે છે આ તંત્ર કે શાસકો ? સરકારના આદેશથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ઓક્સિજન મોકલાઇ રહ્ય છે.તો શું સુરતની સ્થિતિ સરકાર સારી સમજે છે ? તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.


