નવી દિલ્હી તા.27 : ભારતમાં કોરોનાની બીજી લહેરના કહેરના પગલે ઓસ્ટ્રેલિયાએ 15 મે સુધી ભારતની બધી ઉડાનો રોકી દીધી છે. ભારતમાં કોરોનાની બીજી લહેરનો પુરા દેશમાં આતંક યથાવત છે.દેશમાં છેલ્લા 6 દિવસથી રોજના 3 લાખથી વધુ કોરોનાના કેસ બહાર આવી રહ્યા છે.કોરોનાના કહેરને ઘટાડવા દેશના અનેક રાજયોએ પ્રતિબંધો લાદી દીધા છે.આ દરમિયાન ભારતમાં કોરોનાની સ્થિતિ જોઈને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કાટ મોરીસને આજે મંગળવારે જણાવ્યું હતું કે 15 મે સુધી ભારતની બધી સીધી ઉડાનોને 15 મે સુધી રોકી દેવામાં આવી છે.

