કોરોના કટોકટી વચ્ચે શુક્રવારે મળેલી મોદી કેબિનેટમાં મોદીએ દેશમાં અંશતઃ લોકડાઉન લાદવા ફરમાન કર્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.મોદીએ ગૃહ મંત્રાલયને ક્યાં શહેરો અને જિલ્લામાં લોકડાઉન લાદવું જરૂરી છે તેનો રીપોર્ટ તૈયાર કરવા કહ્યું છે.ગૃહ મંત્રાલયે છેલ્લે બહાર પાડેલી ગાઈડલાઈનમાં પણ સુધારો કરવા મોદીએ ફરમાન કર્યું છે.તેના કારણે પહેલાં કરતાં વધારે શહેરો અને જિલ્લામાં લોકડાઉન લદાશે.
દેશમાં આંશિક લોકડાઉન
ગૃહ મંત્રાલય સોમવાર સુધીમાં આ રીપોર્ટ આપી દે એ પછી ગૃહ મંત્રાલયના માધ્યમથી જ આ જિલ્લા અને શહેરોમાં લોકડાઉન લાદવાનો આદેશ રાજ્યોને મોકલી અપાશે.રવિવારે પાંચ રાજ્યોમાં વિધાનસભા માટેની મતગણતરી છે.આ મતગણતરી પણ પૂરી થઈ જશે તેથી રાજકીય રીતે હવે પછી મોટો કોઈ કાર્યક્રમ બાકી રહેતો નથી.
મોદી અધિકારી રાજમાં માને છે તેથી લોકડાઉન લદાય પછી રાજ્યો સાથે સંકલનની ભૂમિકા અધિકારીઓ જ નિભાવવાના છે.અધિકારીઓ અત્યારથી માનસિક રીતે તૈયાર રહે અને હોમ વર્ક કરવા માંડે તેથી મોદીએ કેબિનેટની બેઠકમાં ઉચ્ચ અધિકારીઓને પણ હાજર રાખ્યા હતા.

