ભારતમાં કોરોના મહામારીએ ફરી રૌદ્રરૂપ ધારણ કરી લીધું છે.જેને લઇ કેન્દ્ર સરકાર વિપક્ષના નિશાના પર છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને CPM મહાસચિવ સીતારામ યેચુરીએ કેન્દ્રના ઈરાદા પર સવાલ ઉઠાવતા PM Cares ફંડની પણ વાત કરી છે. રાહુલ ગાંધીએ ટીકા ઉત્સવને ઢોંગ ગણાવતા દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓની અછત માટે સરકારને આડે હાથે લીધી તો યેચુરીએ કેન્દ્રની નીતિઓની ટીકા કરી છે.તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદી લોકોની દશા માટે જવાબદાર છે અને તે લોકતાંત્રિક જવાબદારીથી ભાગી શકે નહીં.
સરકારનું ટીકા ઉત્સવ ડંભી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસોને લઇ સરકાર પર નિશાનો સાધ્યો અને આરોપ લગાવ્યો કે જરૂરી મેડિકલ સુવિધાના અભાવની વચ્ચે ટીકા ઉત્સવ એક ડંભ છે.તો યેચુરીએ કહ્યું કે, PM Cares એક પ્રાઈવેટ ફંડ છે.મહામારીના કારણે જે વિનાશ થયો છે તે જગજાહેર છે.ઉત્તર પ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં તંત્ર બોખલાઇ ગયું છે. જે વિશે ત્યાંના જ મંત્રી અને સાંસદોએ સ્વીકાર કરી છે.મીડિયામાં આવેલી ખબરો અને તસવીરો દ્વારા હકીકત નજર આવે છે, જેને કોઇપણ PR છુપાવી શકે નહીં.જે લોકો મત આપવાના છે તેઓ ભાજપા શાસનની હકીકત જોઇ શકે છે,જેને મોદી અને શાહનો દુષ્પ્રચાર છુપાડી શકે નહીં.
પ્રધાનમંત્રી પર નિશાનો સાધતા યેચુરીએ કહ્યું કે, આપણું બંધારણીય લોકતંત્ર જવાબદારી પર ચાલે છે.લોકોની ટાળી શકાય એવી આ પીડા,દશા અને મુશ્કેલી માટે પ્રધાનમંત્રી જવાબદાર છે.તેઓ આ જવાબદારીથી ભાગી શકે નહીં.તેમણે સરકારને લોકો માટે સ્પેશ્યિલ ટ્રેનો અને પરિવહન સેવાઓ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાની અપીલ કરી છે.તેમણે કહ્યું કે, માનવીય ત્રાસદી,લોકડાઉન ફરી કરવાથી બચી શકાય છે.મહામારીનો પ્રચાર રોકવો પણ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં પાયાની જરૂરિયાતો ખૂટી રહી છે.મહામારીમાં જેની સૌથી વધારે જરૂર હોય એવી સુવિધાના અભાવને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.કોરોના મહામારી માટે ગયા વર્ષે જે PM CARE ફંડ એકઠું કરવામાં આવ્યું હતું, તેને લઇ હવે સવાલો ઊભા થઇ રહ્યા છે.જે ફંડ દ્વારા પાયાની મેડિકલ જરૂરિયાતોને પૂરી પાડવાની હતી તેની આજની તારીખમાં ઉણપ થઇ રહી છે.દેશના દરેક રાજ્યોમાંથી હોસ્પિટલોમાં બેડનો અભાવ, ઓક્સીજન સિલિન્ડરનો અભાવ જોવા મળી રહ્યો છે.પાયાની મેડિકલ સેવાઓના અભાવને કારણે કોરોના દર્દીઓના મોત થઇ રહ્યા છે.


