નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણમાં દર્દીઓ માટે મહત્વના રેમડેસીવીર ઈન્જેકશન તંગી તથા કાળાબજાર સમયે ભાજપના અનેક સાંસદો જે રીતે બારોબાર રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર રેમડેસીવીર ઈન્જેકશનો બારોબાર મેળવી લે છે તે અંગે તપાસની માંગ કરતી એક અરજી દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવે છે.હાલમાં જ ગુજરાતમાં નવસારીના સાંસદ તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે રાજયમાં રેમડેસીવીરની એક પણ વાયલ મળતી ન હતી તે સમયે 10000 વાયલ બારોબાર મેળવી લીધા હતા અને તેમના મતક્ષેત્ર અને સુરતમાં ફ્રીમાં વહેંચ્યા હતા.આ જ રીતે મહારાષ્ટ્ર ભાજપના સાંસદ અને અન્ય સાંસદોએ પણ સરકારની પ્રક્રિયા ચાતરીને રેમડેસીવીર મેળવ્યા હતા.સામાન્ય વ્યક્તિમાં રેમડેસીવીર મેળવવા કલાકો લાઈનમાં ઉભા રહે છે અને કાળાબજારના ભાવ ચૂકવે છે.

