નવી દિલ્હી : દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે.દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે.આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 4,14,188 નવા કેસ સામે આવ્યા છે.દેશમાં સતત 16મા દિવસે કોરોનાના સાડાત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં 3915 લોકોનાં મોત થયાં છે.દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,10,77,410 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,34,083 લોકોનાં મોત થયાં છે.જોકે આ ખતરનાક બીમારીને 1,76,12,351 લોકો માત આપી ચૂક્યા છે.પાછલા 24 કલાકમાં 3,31,507 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે.જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 36,45,164 પહોંચી છે.રિકવરી રેટ વધીને 81.95 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.
દેશમાં 16.49 કરોડ લોકોનું રસીકરણ
દેશમાં અત્યાર સુધીમાં 16,49,73,058 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.ગઈ કાલે 23,70,298 લોકોને રસી આપવામાં આવી હતી.

