નવી દિલ્હી : દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ હવે ઘાતક બની રહી છે.છેલ્લા ચાર દિવસમાં સતત ચાર લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા હતા.જોકે સોમવારે એ સંખ્યામાં થોડોક ઘટાડો થયો છે.આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 3,66,161 નવા કેસ સામે આવ્યા છે.છેલ્લા 24 કલાકમાં 3754 લોકોનાં મોત થયાં છે,દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 2,26,62,575 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,46,116 લોકોનાં મોત થયાં છે.જોકે આ ખતરનાક બીમારીને 1,86,71,222 લોકો માત આપી ચૂક્યા છે.પાછલા 24 કલાકમાં 3,53,818 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે.જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 37,45,237 પહોંચી છે.રિકવરી રેટ વધીને 81.95 ટકાએ પહોંચ્યો છે.મૃત્યુદર ઘટીને 1.09 ટકા થયો છે.
કોરોનાને મામલે મે મહિનો બહુ ગંભીર રહ્યો.મેમાં અત્યાર સુધી 39 લાખ કેસો નોંધાયા છે.આ પહેલાં એપ્રિલમાં સૌથી વધુ 66 લાખથી વધુ કેસો નોંધાયા હતા.દેશમાં અત્યાર સુધીમાં 17,01,76,603 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે.ગઈ કાલે 6,89,652 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં 17.01 કરોડ લોકોનું રસીકરણ

