નવીદિલ્હીઃ રાજધાની દિલ્હીના નોર્થ- ઈસ્ટ વિસ્તારમાં હીંસા દરમિયાન હથીયાર વિનાના પોલીસકર્મી ઉપર બંદુક તાકનાર અને હવામાં ઘણા રાઉન્ડ ગોળીબારી કરનાર શાહરૂખ ખાનની પોલીસ તલાશ કરી રહી છે. કેટલીક ન્યુઝ ચેનલોએ ગોળીઓ ચલાવનાર શાહરૂખ ખાન નહીં પણ અનુરાગ મિશ્રા છે. પોલીસને મળેલ માહિતી મુજબ શાહરૂખાનના પિતા શિખ સમુદાયથી છે. મુસ્લીમ મહિલા સાથે લગ્ન બાદ તેણે ધર્મ પરિવર્તન કરી મુસ્લીમ ધર્મ અંગીકાર કરેલ. તે ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલ અને બે વાર જેલ જઈ ચૂકયો છે. હાલ આખું ઘર ભાગી ગયું છે.