By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કો-ઓપરેટિવ બેન્કોને RBIના નિયમો હેઠળ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > કો-ઓપરેટિવ બેન્કોને RBIના નિયમો હેઠળ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર
BusinessGeneral

કો-ઓપરેટિવ બેન્કોને RBIના નિયમો હેઠળ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર

HM News
Last updated: 02/03/2020 7:16 AM
HM News
5 years ago
Share
FILE PHOTO: The Reserve Bank of India (RBI) seal is pictured on a gate outside the RBI headquarters in Mumbai, India, February 2, 2016. REUTERS/Danish Siddiqui/File photo - RC193CD42180
SHARE

– મુખ્ય ઉદેશ બેન્ક ગ્રાહકોની મૂડીને સુરક્ષિત કરવાનો છે
– બજેટ સત્રમાં બિલ પાસ થાય એવી સંભાવના

એજન્સી, નવી દિલ્હી:

દેશની કો-ઓપરેટિવ બેન્કોની નબળાઇઓ દૂર કરવા માટે તમામ બેન્કોને ભારતીય રિઝર્વ બેન્કના નિયમો હેઠળ લેવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ માટે બેન્કિંગ નિયમોમાં સુધારો કરવા માટે જરુરી બિલ બજેટ સત્રમાં પસાર કરવામાં આવે એવી સંભાવનાઓ છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ આ નિયમની મદદથી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કમાં ઉદભવેલી સ્થિતિઓને ભવિષ્યમાં રોકી શકાશે. દેશમાં કુલ 1540 સહકારી બેન્કો અસ્તિત્વમાં છે જેના ગ્રાહકોની સંખ્યા લગભગ 8.20 કરોડ છે અને આ બેન્કોમાં એમની કુલ જમાપૂંજી પાંચ લાખ કરોડ રુપિયા છે.

ગત મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેબિનેટ બેઠકમાં બેન્કિંગ નિયમમાં સુધારાને મંજૂરી આપવામાં આવી હતી. આ બિલને સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં મંજૂરી મળે એવી આશા છે. બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી શરુ થઇ રહ્યો છે. જે ત્રણ એપ્રિલે પૂરો થશે.

સરકારે જાહેર ક્ષેત્રની બેન્કો, ખાનગી બેન્કો, IL&FS જેવી નાણાકીય સેવા આપતી સંસ્થાઓ, નોન બેન્કિંગ કંપનીઓ, ઓડિટર્સ અને રેટિંગ એજન્સીઓને વધારે મજબૂત કરવાના ઇરાદાથી આ નિર્ણય લીધો છે. જેનો મુખ્ય ઉદેશ બેન્ક ગ્રાહકોની મૂડીને સુરક્ષિત કરવાનો છે.

સુરતના ધાર્મીક નેતા વિરૂધ્ધ ફરીયાદઃ ઉશ્કેરણીજનક ભાષણ અને અફવા ફેલાવતી ઓડીયોકલીપઃ ત્વરીત પગલા
ઈન્ટરપોલે ગેંગસ્ટર ગોલ્ડી બરાડ, આતંકી હરવિંદર સિંહ સંધૂ માટે રેડ કોર્નર નોટિસ બહાર પાડી
સુરત ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું
ભાજપના ધારાસભ્ય સી.કે રાઉલજી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી મળી
સરકાર અને જુનિયર ડોક્ટરો સામસામેઃ હડતાળ ચાલુ રહેશે
Share This Article
Facebook Email Print
Previous Article ઉદ્ધવ ઠાકરે બાદ અજિત પવારનું પણ CAA, NRC, NPRને સમર્થન
Next Article કેરળની સરકારી કોલેજોમાં ‘ભારત અમારો દેશ નથી’ના પોસ્ટર્સ લાગ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up