નવી દિલ્હી : હવામાન વિભાગે (IMD) શનિવારે કહ્યું છે કે ચક્રવાતી વાવાઝોડું પૂર્વ-મધ્ય અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રની ઉપર બનેલું છે અને ગુજરાત અને દીવના તટવિસ્તારોમાં એક યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMDએ કહ્યું હતું કે ‘તૌકતે’ છ કલાકમાં એક ભીષણ ચક્રવાતી તોફાનમાં તબદિલ થશે.તોફાનને લીધે કેરળ સહિત પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ ઉપરાંત તામિલનાડુમાં કોડેયાર નદીઓ ઉફાન પર હતી. IMDએ જણાવ્યું હતું કે 18 મેએ સવારે આ તોફાન ગુજરાતના તટ વિસ્તારથી ટકરાશે.આ વાવાઝોડા માટે પાંચ રાજ્યોમાં રેસ્ક્યુ ટીમ તહેનાત કરવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આગામી ચક્રવાત ‘તૌકતે’ની તૈયારીઓની સમીક્ષા માટે ટોચના સરકારી અધિકારીઓ અને નેશનલ ડિઝેસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ ડિઝેસ્ટર રિલીફ ફોર્સના પ્રતિનિધિઓ સાથે બેઠક કરશે.મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના તટીય જિલ્લાઓમાં અધિકારીઓએ ચક્રવાત ‘તૌકતે’ વિશે IMDની ચેતવણીને મુદ્દે સતર્ક અને સુસજ્જ રહેવામાં નિર્દેશ આપ્યા છે.
એરલાઇન કંપની ઇન્ડિગોએ જણાવ્યું હતું કે ચક્રવાત ‘તૌકતે’ને લીધે કન્નુરથી આવતી અને જતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે.વિસ્તારા એરલાઇને કહ્યું હતું કે અરબી સમુદ્રમાં પ્રતિકૂળ મોસમની સંભાવનાને કારણે ચેન્નઈ, તિરુવનંતપુરમ, કોચી, બેન્ગલુરુ, મુંબઈ, પુણે, ગોવા અને અમદાવાદની 17 મે, 2021 સુધી પ્રભાવિત થવાની સંભાવના છે. NDRFના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ તૌકતે વાવાઝોડા માટે 24 ટીમો પહેલેથી તહૈનાત કરી છે અને પાંચ ટીમોને અલગ રાખી છે.
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા હવાના હળવા દબાણને પગલે સંભવિત ‘તૌકતે’ વાવાઝોડું આગામી દિવસોમાં ગુજરાત સહિત કેટલા રાજ્યોના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે.વાવાઝોડાના ખતરાને પગલે અગમચેતીરૂપે વડોદરા શહેર નજીક જરોદ ખાતે આવેલા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા પાંચ ટીમો રવાના કરવામાં આવી છે અને અન્યને એલર્ટ રાખવામાં આવી છે.
એનડીઆરએફની ટીમ ઝાડ તેમજ થાંભલા કાપવાના કટર,બોટ,પ્રાથમિક આરોગ્ય સામગ્રી તેમજ અન્ય રાહત અને બચાવના સાધનો સાથે રાખે છે.
રાજ્યમાં સંભવિત તૌકતે વાવાઝોડા ને લઈને ગુજરાતનું તંત્ર સાબદુ થયું છે.આ સંકટ સામે એનડીઆરએફની ટીમોએ સુકાન સંભાળ્યું છે. સયક્લોનને લઇ NDRF એક્શનમાં આવી ગયું છે.રાજ્યમા અલગ અલગ જિલ્લાઓમા NDRF ની 15 ટીમ મોકલાશે. વડોદરા હેડક્વાર્ટર ખાતેથી ચાર ટિમ ગીર સોમનાથ અને મોરબી જવા રવાના થઇ છે.જ્યારે 15 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.તંત્રના આદેશ મળતાં જ આ ટીમો રવાના થઈ જશે.કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેયિશિલ સ્યુટ પણ સાથે લઈ નીકળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં દક્ષિણપશ્ચિમ બાજુએ હળવું દબાણ સર્જાયું છે જે વાવાઝોડામાં રૂપાંતરિક થઈ કેટલાક રાજ્યોના દરિયાકાંઠા સાથે અથડાઈ શકે છે.શનિવાર સવાર સુધીમાં આ દબાણ ડીપ્રેશનમાં તબદીલ થઈ શકે છે અને 24 કલાક બાદ તે સાયક્લોનિક સ્ટોર્મમાં રૂપાંતર થવાની આગાહી છે.આ વાવાઝોડું 18 મે સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠા તેમજ પાડોશી દેશ પાકિસ્તાનના કાંઠા તરફથી ફંટાવાની શક્યતા છે.

