અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે.જો કે, ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે.ત્યારે આ મામલે સુનાવણી દરમિયાન પરસી કેવિનીએ જણાવ્યું હતું કે, આશા વર્ક્સને વેક્સીન આપવી જોઇએ કેમ તેમને હજુ સુધી રસી આપવામાં આવી નથી.તે હેલ્થની મુખ્ય ચેન છે.ટેસ્ટિંગ ઘટાડવામાં આવ્યા છે.યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.પરંતુ કેટલાક RTPCR ટેસ્ટ માટેના મશીન છે તે અંગે સરકારે માહિતી આપી નથી.
કેન્દ્ર તરફથી મળતો રેમડેસિવિરનો જથ્થો દિવસે દિવસે ઘટી રહ્યો છે. AMC સાચા ડેટા આપતું નથી.બેડ અંગેની કોઈ સાચી માહિતી મળી રહી નથી.રેમડેસિવિરના કાળા બજારીઓ સામે કામગીરી કરવી જરૂરી છે.નોન કોવિડ બીમારીઓની સારવારમાં પણ ઓક્સિજનની જરૂર પડે છે માટે સરકારે ઓક્સિજનને યોગ્ય પ્લાન કરવો જોઇએ.


