By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: તહેલકા : તરૂણ તેજપાલ દુષ્કર્મ કેસમાં નિર્દોષ, ગોવાની કોર્ટ આપ્યો ચુકાદો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > તહેલકા : તરૂણ તેજપાલ દુષ્કર્મ કેસમાં નિર્દોષ, ગોવાની કોર્ટ આપ્યો ચુકાદો
GeneralNational

તહેલકા : તરૂણ તેજપાલ દુષ્કર્મ કેસમાં નિર્દોષ, ગોવાની કોર્ટ આપ્યો ચુકાદો

HM News
Last updated: 21/05/2021 8:06 AM
HM News
5 years ago
Share
SHARE

પત્રકાર,પ્રકાશક અને લેખક એવા તેજપાલના સામયિકે એક સમયે એનડીએ સરકારને હચમચાવી નાખી હતી.શુક્રવારે સવારે ગોવાનીમપુસા કોર્ટ દ્વારા તરૂણ તેજપાલના કેસમાં ચુકાદો આપ્યો છે અને તેમને સેક્સ્યુઅલ હરેસમૅન્ટ કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ અદાલતે તરૂણ તેજપાલ પર લાગેલા જાતીય સતામણીના તમામ આરોપ ફગાવી દીધા છે.તહેલકા મૅગેઝિનના પૂર્વ સંપાદક ઉપર આરોપ હતો કે તેમણે પોતાનાં સહકર્મી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેજપાલે પોતાની ઉપરના આરોપોને નકાર્યા હતા.તેજપાલની ઉપર ગોવામાં દુષ્કર્મ, જાતીય સતામણી તથા અસંયમિત વર્તનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે નવેમ્બર-2013માં તહેલકાનો વાર્ષિક કાર્યક્રમ ગોવામાં યોજાયો હતો. એ સમયે તેમની ઉપર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.

ચુકાદા પર તરૂણ તેજપાલે શું કહ્યું અને અદાલતમાં શું થયું?

ગુજરાતના હુલ્લડમાં પીડિતા ઝહિરા શેખને નિવેદન બદલવા માટે નાણાં ચુકવવામાં આવ્યા હોવાના,ક્રિકેટમાં ફિક્સિંગ,ગુજરાતના હુલ્લડોમાં તંત્ર તથા આરએસએસની સંસ્થાઓના પદાધિકારીઓની ભૂમિકા અને દેશમાં ખાણકામના કૌભાંડ સહિત અનેક નોંધપાત્ર ખુલાસા તહેલકાએ કર્યા.તરૂણ તેજપાલ વતી તેમની દીકરી કારાએ એક પ્રેસનોટ પણ જાહેર કરી છે.જેમાં તેમણે ન્યાયતંત્રના નિર્ણયને આવકાર્યો છે.તેમણે તેમાં લખ્યું છે, “અમે લાંબી લડાઈ લડી છે.ન્યાયતંત્રને સંબંધિત તમામ પ્રક્રિયાઓનું પાલન કર્યું છે.અને આખરે અમને ન્યાય મળ્યો છે.હું અમારી સાથે અડીખમ રહેનારા તમામનો આભાર માનું છે.”

તેમણે ઉમેર્યું કે, “અમે આ વર્ષોમાં ઘણી તકલીફો સહન કરી છે. એટલે અમારી પ્રાઇવસીનું માન રાખવામાં આવશે એવી અમને અપેક્ષા છે.” જોકે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે તરૂણ તેજપાલના વકીલ રાજીવ ગોમ્સનું ગત સપ્તાહે કોવિડ સંક્રમણથી મોત થઈ ગયું હતું.તરૂણ તેજપાલે નિવેદન જારી કરીને પોતાના વકીલનો પણ આભાર માન્યો છે.

તરૂણ તેજપાલે લખ્યું, “એક પરિવાર તરીકે અમારા પર રાજીવ ગોમ્સનું મોટું ઋણ છે. કોઈ પણ ક્લાયન્ટ રાજીવ જેવો જ વકીલ ઇચ્છશે. વળી આ 8 વર્ષો દરમિયાન ઘણા શાનદાર વકીલ અમારી મદદે આવ્યા.જેમાં પ્રમોદ દુબે,આમિર ખાન,અંકુર ચાવલા,અમિત દેસાઈ,કપિલ સિબલ,સલમાન ખુરશીદ,અમન લેખી,સંદીપ કપૂર,રાજન કારંજેવાલા અને શ્રીકાંત શિવાડે પ્રતિ હું વિશેષરૂપે આભારી છું.” અદાલતમાં આ સુનાવણી ઑન કૅમેરા કરવામાં આવી હતી અને તેમાં મીડિયાને પ્રવેશ ન હતો.

શું છે કેસની વિગતો?

ભાજપની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 2013માં તેજપાલ અને તહેલકા વિરુદ્ધ દેખાવો

અત્યારે 58 વર્ષીય તેજપાલ એ સમયે 50 વર્ષના હતા. તા. સાતમી અને આઠમી નવેમ્બર દરમિયાન ગોવા ખાતે તહેલકાનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં રાજનેતાઓ,બોલીવૂડ,સ્પૉર્ટ્સ તથા આંતરરાષ્ટ્રીય હસ્તીઓ હાજર રહેતી.આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ તેમની ઉપર એક સહકર્મચારીએ દુષ્કર્મ આચરવાનો આરોપ મૂક્યો હતો. મહિલા તેજપાલના પૂર્વ સહકર્મચારીનાં પુત્રી પણ છે.તેજપાલે નિવેદન બહાર પાડીને કહ્યું કે ‘સ્થિતિને સમજવામાં મારી ભૂલ થઈ ગઈ અને નિર્ણય લેવામાં ચૂક થઈ. એ કમનસીબ ઘટના અમે જેમાં માનીએ છીએ અને જેની વિરુદ્ધ લડીએ છીએ, તેથી વિપરીત હતી.’ એ પછી તેમણે વધુ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તપાસનીશ અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની તપાસ કરવી જોઈએ, જેથી કરીને ખરેખર શું થયું હતું, તે બહાર આવી શકે.ગોવા પોલીસે ફરિયાદી સહિત 150થી વધુ સાક્ષીના નિવેદન સહિત 2700 જેટલા પન્નાનું આરોપનામું દાખલ કર્યું હતું.આરોપો બાદ સંસ્થાના છ જેટલા કર્મચારીઓએ તહેલકા ઉપર બેવડાં વલણનો આરોપ મૂકીને રાજીનામાં ધરી દીધાં હતાં.

સરકારને હચમચાવનાર તેજપાલ

વર્ષ 2000માં તહેલકા મૅગેઝિન એક વેબસાઇટ તરીકે લૉન્ચ થયું હતું.ત્યારબાદ આ સંસ્થાએ કેટલાક એવા ખુલાસા કર્યાં, જેના કારણે રાજકારણમાં હલચલ મચી ગઈ.આઠ મહિનાની તપાસ બાદ 2001માં ‘ઑપરેશન વેસ્ટ ઍન્ડ’ના નામથી ખુલાસો કર્યો, જેમાં કેટલાક પત્રકારોએ હથિયારોના સોદાગરોનો સ્વાંગ લીધો હતો અને ઉચ્ચબાબુઓ, સૈન્ય અધિકારીઓ તથા સત્તારૂઢ ભાજપના કેટલાક પદાધિકારીઓ પૈસા માટે હથિયારોનો નકલી સોદો કરાવવા માટે તૈયાર થતા વીડિયો ઉપર ઝડપાઈ ગયા.
આ ખુલાસો કેટલો મોટો હતો તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેની સરખામણી અમેરિકાના રાજકારણમાં ચર્ચિત ‘વૉટરગેટ કૌભાંડ’ સાથે કરવામાં આવે છે.આ ખુલાસા બાદ તત્કાલીન સરકારે તહેલકાની સામે અનેક સંસ્થાઓ દ્વારા તપાસ હાથ ધરી. મીડિયાને નાણાં આપનાર મુખ્ય ફાઇનાન્સર ખસી ગયા અને સંસ્થાએ અમુક લોકોને બાદ કરતાં મોટાભાગના કર્મચારીઓને છૂટા કરી દેવા પડ્યા.2003માં પ્રકાશન સ્વરૂપે તેનું પુનર્રાગમન થયું. 2004માં એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ) સરકારનું પતન થયું અને યુપીએ (યુનાઇટેડ પ્રૉગ્રેસિવ અલયાન્સ) સરકારનું આગમન થયું.ત્યારબાદ બ્રિટનના અખબાર ‘ધ ગાર્ડિયન’ને એક આપેલાં ઇન્ટરવ્યૂમાં તેજપાલે કહ્યું હતું કે ‘સરકાર વળતી કાર્યવાહી કરશે તેમ તો લાગતું હતું, પરંતુ આટલું બધું કરશે, તેનો અંદાજ ન હતો.’ આ સિવાય ગુજરાતના હુલ્લડમાં પીડિતા ઝહિરા શેખને નિવેદન બદલવા માટે નાણાં ચુકવવામાં આવ્યા હોવાના, ક્રિકેટમાં ફિક્સિંગ, ગુજરાતના હુલ્લડોમાં તંત્ર તથા આરએસએસની સંસ્થાઓના પદાધિકારીઓની ભૂમિકા અને દેશમાં ખાણકામના કૌભાંડ સહિત અનેક નોંધપાત્ર ખુલાસા તહેલકાએ કર્યા.

વર્ષ 2001માં તેજપાલે સેમિનાર નામના સામયિકમાં લખ્યું હતું કે ભારત જેવા વિકસતા જતા દેશમાં જેટલી આર્થિક કૌભાંડની ચર્ચા થાય છે,તેટલી ચર્ચા જાતીય કૌભાંડની નથી થતી.તેના 12 વર્ષ બાદ પોતે જ આવા એક કૌભાંડમાં સંડોવાયા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભાજપના નેતા સંબિત પાત્રાની ટૂલકીટ પર ટ્વીટરની કાર્યવાહી
Next Article પિતાંબરા : ઉત્તરાખંડના વનખંડી ગામમાં દેવી બગલામુખીનું મંદિરનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે : જાણો માતાનું મહત્વ વ્રત અને પૂજા વિધિ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up