કોલકતા રેલીમાં ભાજપના કાર્યકરોના એક જૂથે દેશના ગદ્દારોને ગોળી મારવાના સુત્રોચ્ચાર કર્યા
કોલકતા : પશ્વિમ બંગાળના કોલકત્તામા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની સભામા ‘ દેશના ગદ્દારોને ગોલી મારો ના નારા લગાવનારા ભાજપના ત્રણ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે. કોલકત્તા પોલીસ તરફથી સોમવારે જણાવ્યું હતું કે રવિવાર મોડી રાત્રે ન્યુ માર્કેટ પોલીસે આ ત્રણ લોકોની ધરપકડ કરી હતી.આ ઘટના કોલકત્તાની એસપ્લાનેડ વિસ્તારની છે. શહીદ મીનાર મેદાનમા અમિતભાઈ શાહે રેલી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુહ મંત્રી અમિતભાઈ શાહે રવિવારે કોલકત્તામા રેલીને સંબોધિત કરી હતી.જેમાં ભાજપના કાર્યકરોના એક સમુહે દેશના અકીલા ગદ્દારોને ગોળી મારવાના સુત્રોચ્ચાર કર્યા હતા. અને પક્ષના પાર્ટીનો ઝંડો લીધો હતો. સીએએના સમર્થનમા યોજાયેલી રેલીમા હિસ્સો લેવા મોટી સંખ્યામા ભાજપના કાર્યકરો અને સમર્થકો આવ્યા હતા. આ દરમ્યાન ભાજપના કાર્યકર્તાઓએ નારા લગાવ્યા હતા. પોલીસે કહ્યું કે રવિવારે મોડી રાત્રે કેસ દાખલ કરવામા આવ્યો હતો. ધરપકડ કરાયેલા ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ આઈપીસીની કલમ ૫૦૫, ૫૦૬ અને ૧૫૩ હેઠળ કેસ નોંધવામા આવ્યો છે. કોલક્ત્તા પોલીસના એક સીનીયર અધિકારીએ કહ્યું કે શહેરમા કાયદો અને વ્યવસ્થા ખરાબ કરનારા લોકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામા આવશે. ગૃહ મંત્રી અમિતભાઈ શાહે રવિવારે નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમા એક રેલીને સંબોધિત કરી હતી. આ દરમ્યાન તેમણે કહ્યું કે પીએમ મોદી લાખો શરણાર્થીઓ માટે સીએએ કાયદો લઈને આવ્યા છે. જો કે આ દરમ્યાન અમિત શાહને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમની વિરુદ્ધ શહેરમા કાળા વાવટા લઈને અનેક સ્થળો પર સંગઠનોના લોકો ઉતર્યા હતા. તેની સાથે અમિત શાહ ગો બેકના નારા પણ લાગ્યા હતા અને વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા હતા.


