નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર જે વધુ લોકોને સંક્રમીત કરનારી તથા મૃત્યુની દ્રષ્ટીએ પણ ઘાતકી બની ગઈ તેમાં કેન્દ્રની મોદી સરકારે દેશના અર્થતંત્રને હાની થાય નહી તેથી રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવાનો ઈન્કાર કરીને રાજયોને તેમની સ્થિતિ મુજબના નિયંત્રણો લાદવા માટે જણાવ્યું હતું પણ આ મર્યાદીત લોકડાઉનથી પણ દેશના અર્થતંત્રને રૂા.5.4 લાખ કરોડનું નુકશાન થઈ ગયું હોવાનો રીપોર્ટ આંતરરાષ્ટ્રીય એજન્સી બાર્કલેપ એ આપ્યો છે.કોરોના સંક્રમીત નિયંત્રણોના કારણે ભારતની જીડીપીને 2.4% નો ફટકો પડશે.ભારતમાં વિશ્ર્વ રાજયોએ એપ્રીલ માસથી વધુ કડક નિયંત્રણો લાદી દીધા છે.જો કે હવે કેસ ઘટતા અનેક રાજયો જૂનના પ્રથમ સપ્તાહથી નિયંત્રણો તબકકાવાર ઘટાડશે તેવા સંકેત છે.ખાસ કરીને આંતરરાજય માલસામાન અને લોકોની મુવમેન્ટ ઘટી છે અને તેના કારણે વ્યાપાર ઉદ્યોગને મોટું નુકશાન થયું છે અને એક વખત રાજયો અનલોક થવા લાગશે પછી રીકવરીનો પ્રારંભ થતા રોજગાર સહિતના ક્ષેત્રોમાં પણ રાહત મળશે પણ આ રીકવરી ધીમી હશે.કારણ કે વિશ્ર્વના અનેક દેશો ફરી કેસ વધવા લાગતા ભારતમાં ચિંતા વધી શકે છે.

