– અનેક વિવાદોથી કોંગ્રેસની હટાવવાની માગ, યથાવત રાખવા ભાજપનો PMને પત્ર
સંઘપ્રદેશ : દાનહ-દમણ-દમણ પ્રશાસક પ્રફૂલ પટેલને લક્ષદીપનો વધારાનો ચાર્જ સોપાયા બાદ ત્યાં શરૂ કરેલા વિકાસ કાર્યોને મુદ્દે એક તરફ દાનહ કોંગ્રેસે વિરોધ કરી વિવાદીત પ્રશાસકને હટાવવાની માગ કરી છે ત્યારે બીજી તરફ દાનહ ભાજપના માજી પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ 70 વર્ષમાં કઇ કામ કરી શકી ન હોય મેલી મુરાદથી વિરોધ કરતી હોવાનું જણાવ્યું છે.
કોંગ્રેસ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની નીતિ રીતી સામે લક્ષદીપની જનતા,વિપક્ષના નેતા,કેરળના બે સાંસદ અને લક્ષદીપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ વિરોધ જાહેર કરી કેટલાકે રાજીનામા આપી દીધા છે ત્યારે તેઓના સમર્થનમાં દાનહ કોંગ્રેસ પણ આવ્યું છે અને પ્રફુલ પટેલને પ્રસાસક પદેથી વડાપ્રધાન કેમ હટાવતા નથી તેવા સવાલો ઉઠાવી સંઘ શાસિત પ્રદેશના ત્રણે જિલ્લાની સામાન્ય જનતા, નાનામોટા વેપારીઓ, બાર એન્ડ રેસ્ટોરન્ટના કેટલાક માલિકો,ઔદ્યોગિક એકમના માલિક,ચૂંટાયેલા જનપ્રતિનિધિ પરેશાન હોવાનું,ભ્રષ્ટાચાર ચરમ સીમા પર છે.
બે હોનહાર ક્લાસ વન અધિકારીઓએ આપઘાત કરી લીધો છે,દાનહ સાંસદ મોહન ડેલકરે આપઘાત કરી લીધો છે.આટલા બધા વિવાદ છતા પીએમ પ્રફુલ પટેલને હોદ્દા ઉપરથી કેમ હટાવતા નથી તેવો સવાલ દાનહ કોંગ્રેસે કર્યો છે.અને તાત્કાલિક હટાવવાની માગ કરી છે.
ભાજપ
લક્ષદીપ-દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રસાશક વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ચલાવવામા આવી રહેલું અભિયાન કોંગ્રેસની મેલી મુરાદ હોવાનું જણાવી આ સંદર્ભે ભાજપા માજી પ્રદેશ પ્રમુખે પ્રધાનમંત્રીને પત્ર પાઠવી જણાવ્યુ હતું કે, લક્ષદીપમાં 70 વર્ષમાં કોંગ્રેસના અનેક સાંસદોએ રાજ કર્યું હાલમાં 2019થી રાષ્ટ્રવાદી કોંગ્રેસના મહમદ ફૈઝલ સાંસદ રહ્યા છે.આટલા લાંબા સમયથી કોંગ્રેસના લોકસભામાં લક્ષ દીપનુ નેતૃત્વ કર્યું પરંતુ વિકાસના કોઈ કામ નથી કર્યા.
હાલમાં લક્ષદીપને આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ સ્પોટ બનાવવાનો છે તો દારૂબંધી હટાવવુ જરૂરી છે બીફ પર બેન્ડ જરૂરી કરવામાં આવનાર છે.કોંગ્રેસ ગૌવંશ હત્યાનું સમર્થન કરી રહી છે.પાસા એક્ટનો વિરોધ કરી રહી છે.હાલમા ભાજપાના કાર્યકાળમાં લક્ષદીપ,દાનહ,દમણ દીવમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે ત્યારે પ્રસાશક પ્રફુલ પટેલનો વિરોધ કરી રહી છે. જે યોગ્ય નથી.


