નવી દિલ્હી તા.28 : કેન્દ્રની મોદી સરકાર તા.30ના રોજ નવી ટર્મના બે વર્ષ અને સતત સાત વર્ષનું શાસન પૂરૂ કરી રહી છે તે સમયે કોરોનાના કારણે સરકારની કામગીરી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં મોટા ગાબડા પડી રહ્યા હોવાના સર્વે બાદ પણ દેશના બહુમતી લોકો માટે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાઉન્સ બેક કરવા શકિતમાન છે અને 2024ની ચૂંટણી પૂર્વે ફરી તેઓ કંટ્રોલીંગ સ્થિતિમાં આવી જશે.
સી-વોટર સહિતના સર્વેમાં જણાવાયુ છે કે જે રીતે કોવિડની કામગીરી અને વેકસીનેશનની ઝુંબેશ સરકારે ચલાવી પરંતુ લોકો તેમાં સરકારની કામગીરીથી નિરાશ છે.ખાસ કરીને વહિવટી તંત્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇમેજ મુજબ કામ કર્યુ નથી અને લોકોનો મોદીથી મોહ ભંગ થયો છે.ખાસ કરીને ઓકસીજન અને તેની સુવિધાના અભાવે દેશમાં હજારો લોકોના કોરોનામાં મૃત્યુ થયા તે સૌથી મોટુ હેકટર બની રહેશે.
ઉપરાંત રાજય સરકારોની કામગીરીની નિષ્ફળતા કેન્દ્ર માટે એક જવાબદારી બની ગઇ છે. આ સ્થિતિમાં 2024માં ચૂંટણી યોજાશે.પરંતુ તે પૂર્વે ભાજપ શાસનના ઉત્તરપ્રદેશથી લઇને ગુજરાત અને વિપક્ષ શાસનના પંજાબથી લઇને ઉત્તરાખંડમાં મતદાન થવાનું છે અને તે 2024 પૂર્વેનું એકશન રી-પ્લે બની શકે છે.પરંતુ મોદી પાસે હજુ ત્રણ વર્ષનો સમય છે તેવુ માનનારો 68 ટકા વર્ગ છે.
હવે કોરોના પછી અર્થતંત્ર કઇ રીતે બેઠુ કરી શકે છે તેના પર દેશના લોકોની નજર છે.આર્થિક પડકાર અને ઉપાડતા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના વિશાળ મતદાર વર્ગને ફરી સાથે લાવવો પડશે.આ સર્વેમાં જણાવાયુ છે કે ઉત્તરપ્રદેશમાં હવે રામ મંદિર મુદ્દો રહ્યો નથી અને આગામી વર્ષની ચૂંટણી પૂર્વે રામ મંદિરનું બાંધકામ પણ પુરૂ થવાનું નથી.આ સ્થિતિમાં સંપૂર્ણપણે યોગી સરકારની કામગીરી પર જ ચૂંટણી લડાશે.
દેશના સૌથી મોટા રાજયમાં 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠાના આધારે ચૂંટણી લડાઇ હતી અને 2014માં ભાજપે જે રીતે લોકસભામાં કલીનસ્વીપ કર્યુ તેવી સ્થિતિ વિધાનસભામાં બની અને ફરી 2019માં ઉત્તરપ્રદેશમાં ભાજપે 300થી વધુ બેઠકો મેળવી. 2014થી 2019 સુધી ભાજપનો દબદબો રહ્યો છે પણ કોરોનાએ તેમાં મોટુ ગાબડુ પાડયુ છે.પણ લોકો માને છે કે ત્રણ વર્ષ મોદી માટે ઘણા કાફી છે તે હાર માનનારા નેતા નથી અને આગામી સમયમાં તે બાઉન્સ બેક કરશે.


