સુરત: સુરતમાં ડસ્ટબિન ખરીદીમાં મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. ટેન્ડર વગર જ 44 લાખ રૂપિયાની ડસ્ટબિન ખરીદવામાં આવી. ખાનગી એજન્સી પાસેથી ડસ્ટબિન ખરીદ કરવામાં આવી છે. હલકી કક્ષાના ડસ્ટબિન ઊચા ભાવે ખરીદી કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે. થોડા સમય પહેલા મનપાએ 600 કન્ટેઈનર હટાવી લીધા હતાં. કનિદૈ લાકિઅ ત્યારબાદ અકિલા સાત ઝોનમાં 4 કરોડના ડસ્ટબીન ખરીદવામાં આવ્યાં હતાં. મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાએ હલકી કક્ષાના ડસ્ટબિન ઊંચા ભાવે ખરીદી કરી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપો થયા છે. ટેન્ડર બહાર પાડ્યા અકીલા વગર જ 44 લાખના ડસ્ટબિન ખરીદ્યા હોવાનું કહેવાય છે. સાત ઝોનમાં ચાર કરોડના ડસ્ટબિન ખરીદાયા હતાં. દોઢ વર્ષમાં જ મોટાભાગના ડસ્ટબિન તૂટી ગયાં. નવા ડસ્ટબિન ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા બહાર પાડવાની જગ્યાએ બારોબાર ખરીદી કરવામાં આવી. આ ખરીદી ખાનગી એજન્સીઓ પાસેથી થઈ. અગાઉ જે એજન્સી પાસેથી ખરીદી કરાઈ તે જ એજન્સી પાસેથી ટેન્ડર વગર ફરીથી ખરીદી કરવામાં આવી.