કોરોનાનુ સંક્રમણ ધીમે પરંતુ મક્કમ રીતે ઘટી રહ્યું છે.જેના પગલે ગુજરાત સરકાર દ્રારા કેટલાક પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેનો આવતીકાલથી અમલ કરવામાં આવશે આવતીકાલથી રાયના મંદિરો સહિત તમામ ધાર્મિક સ્થાનો ,હોટેલ,રેસ્ટોરન્ટ,જીમ અને લાયબ્રેરી શ કરવા માટે શરતી મંજૂરી આપવામાં આવી છે.રાજકોટ સહિત ૩૬ શહેરોમાં રાત્રી કર્યુનો અમલ ૨૬ જૂન સુધી યથાવત રાખવાનો નિર્ણય ગઇકાલેની કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં લેવાયો હતો. રાત્રિ કર્યુ રાતના નવથી સવારના છ સુધી અમલી રહેશે.
આવતીકાલથી રાજ્યના હોટેલ અને રેસ્ટોરન્ટ સવારે ૯ થી સાંજના ૭ સુધી ૫૦% ક્ષમતાથી ચાલુ રાખી શકાશે તેમજ તે હવે સુવિધા રાત્રીના ૦૯:૦૦ સુધી યારે હોમ ડિલિવરી રાત્રિના ૧૨ વાગ્યા સુધી કરી શકાશે આ સમયગાળા દરમિયાન રાજકીય સામાજિક,ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એસઓપીના પાલન સાથે મહત્તમ ૫૦ લોકોની સાથે બેઠક યોજી શકાશે.રાજ્યના જાહેર બાગ બગીચાઓ અને લાઇબ્રેરી સવારે ૬ થી સાંજના ૭ સુધી ચાલુ રહેશે જીમ ૫૦% ક્ષમતા સાથે શરુ કરી શકાશે જે વિધાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરી પરીક્ષાઓ લેવાની થાય છે તેવા વિધાર્થીઓના હિતમાં એશોપીના પાલન સાથે પરીક્ષા યોજવાની મંજુરી આપવામાં આવી છે.વધુ છૂટછાટો માટે ૨૬મી જુને કોરોનાની સમીક્ષા કર્યા પછી નિર્ણય લેવામાં આવશે કડક નિયંત્રણો સાથે સ્વિમિંગ પૂલ ચાલુ થઈ શકે છે પણ સિનેમાગૃહ મલ્ટીપ્લેક્ષ હજુ રાહ જોવી પડશે .
આવતીકાલથી શુ ખુલશે
– રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન ૨૦૨૧ થી ૨૬ જૂન ના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતાના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે
– ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે
– રાત્રી કર્યુનો અમલ તારીખ ૧૧ જૂન રાત્રે ૯ થી તારીખ ૨૬ જુન ૨૦૨૧ ના સવારે ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે
– તમામ દુકાનો, વાણિિયક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેકસ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની – સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યેા છે
– વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે
– જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે
– રાજ્યના જે વિધાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFL વગેરે આપવાના હોય તેવા વિધાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે
– રાજ્યમાં રાજકીય,સામાજિક (બેસણુ)ં ધાર્મિક,સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યકિતની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે
– રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે
– શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ ૬૦% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.


