– ચોમાસાનો સમય પસાર થઈ જવા માટે અધિકારીઓને સ્થાનિક રહીશોએ રજૂઆત કરી
સુરત : સુરત શહેરમાં અનેક જર્જરિત મિલકતો જોવા મળી રહી છે.ચોમાસા દરમિયાન ભયજનક ઇમારતો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સુરત કોર્પોરેશન દ્વારા પાંડેસરા એલઆઈજી આવાસમાં રહેતા રહીશોને મકાન અને દુકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.નોટિસનો ઘણો સમય પસાર થઇ ગયા બાદ પણ રહીશોએ મિલકત ખાલી ન કરતાં કોર્પોરેશનના ટીમના અધિકારીઓએ આજે મકાનો અને દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરી દેતા રહીશોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. રહિશોએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ક્યાં જવું, ચોમાસાનો સમય પસાર થઈ જવા માટે અધિકારીઓને સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી.સ્થિતિ વધુ વણશે તે પહેલાં કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસને ઘટનાની જાણ કરી હતી,ત્યારબાદ પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
રહિશોએ માંગ કરી છે કે, રી-ડેવલપમેન્ટ માટેના ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા માટે તૈયાર છે.ટેન્ડરની શરતો મુજબ 40% વધારાના બાંધકામ સાથે નવું મકાન ફાળવવામાં આવે તો અમને કોઈ પણ પ્રકારનો વિરોધ નથી તેમજ અમારા ઘરની આસપાસ જે ભાડું ચાલે છે.તે મુજબ ચૂકવવામાં આવે તો અમે ગુજરાત ગુજરાત હાઉસિંગ બોર્ડે નક્કી કરેલા વિકાસ સાથે ટ્રાય પાર્ટી એગ્રીમેન્ટમાં ભાગ લેવા તૈયાર છે.ચોમાસાનો સમય પસાર થઈ જવા માટે અધિકારીઓને સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી. આ સમય દરમિયાન ઘરનો સામાન લઈને ક્યાં જવું મોટો પ્રશ્ન છે.
અધિકારીઓના કહેવા મુજબ ચોમાસા દરમિયાન જર્જરિત આવાસો ભયજનક સ્થિતિમાં હોય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે અને તે માટે તેને તાત્કાલિક અસરથી ખાલી કરવા જરૂરી છે.કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક મકાનો અને દુકાનોને સીલ કરતા રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.
નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આવાસમાં રહેતા લોકોના પ્રશ્નોને સાંભળીને ગુજરાત હાઉસિંગ બોર્ડ અને આ અંગે તાજેતરમાં જ ભલામણ કરી હતી કે તાત્કાલિક અસરે રહીશોની માગણીને પૂર્ણ કરીને તેમને મુશ્કેલી ન થાય તેના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કામગીરી કરવામાં આવે.સ્થાનિક રહીશો દ્વારા કોર્પોરેશનમાં પણ આ પ્રકારની રજૂઆત કરી હતી અને સાથોસાથ એ પણ તેમને પડતી મુશ્કેલી અંગે અવગત કરાવ્યા હતા.ત્યારબાદ સીઆર પાટીલે ભલામણ પત્ર પણ ગુજરાત હાઉસિંગ બોર્ડને લખ્યો હતો.


