બિહારના જમુઈથી સાંસદ ચિરાગ પાસવાનને લોક જનશક્તિ પાર્ટીના સંસદીય દળના નેતાની ખુરશીથી હટાવી દેવામાં આવ્યા છે.આના પર હવે તેમના કાકા અને સાંસદ પશુપતિ કુમાર પારસ બેસશે. ઉલ્લેખનીય છે કે લોક જનશક્તિ પાર્ટીમાં વિદ્રોહ બાદ તમામ 5 સાંસદોએ ચિરાગ પાસવાનનો સાથ છોડી દીધો છે અને તેમના કાકા પશુપતિ કુમાર પારસને પોતાના નેતા માની લીધા છે.આ નિર્ણય પાર્ટીના 5 સાંસદોએ મીટિંગ દરમિયાન લીધો. સાંસદોએ મીટિંગ બાદ કહ્યું કે, અમારી તરફથી પશુપતિ કુમાર પારસને જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
આ મામલે પશુપતિ પારસના નજીકના વ્યક્તિએ જણાવ્યું કે આને પાર્ટીમાં ફૂટ પડી હોવાનું કહેવું ખોટું હશે, કેમકે ફક્ત નેતા બદલાયા છે ના કે પાર્ટી.તેમણે કહ્યું કે, પાર્ટી અત્યારે પણ રામવિલાસ પાસવાનના સિદ્ધાંતો પર જ ચાલશે.જાણકારી પ્રમાણે ચિરાગ પાસવાનને સંસદીય દળ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશીથી હટાવાયા બાદ તમામ સાંસદ સોમવારના પોતાનો પક્ષ રાખશે.આ પહેલા સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે પશુપતિ કુમાર પારસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાથી પણ આ મામલે ચર્ચા કરી છે.
પશુપતિ કુમાર પારસના જૂથના નેતાઓ પ્રમાણે,એલજેપી રહેશે – ફક્ત ચીફ બદલાયા છે.ઉલ્લેખનીય છે કે પાર્ટીના સાંસદોની ચિરાગથી નારાજગીનું કારણે પાર્ટીમાં લેવામાં આવતો તેમનો એકતરફી નિર્ણય છે.કહેવામાં આવી રહ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણી સમયે ચિરાગ પાસવાનના વલણથી પાર્ટીના તમામ મોટા નેતા અને સાંસદ નારાજ હતા.આવામાં વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રહી કસર પણ પૂર્ણ થઈ ગઈ.ચૂંટણીના પરિણામો બાદથી જ કોઈ પણ નેતાને ચિરાગના નેતૃત્વ પર ના તો ભરોસો હતો અને ના પાર્ટીમાં કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યું હતુ.આવામાં તમામ સાંસદો તેમનાથી નારાજ ચાલી રહ્યા હતા.
તમામ સાંસદોની ચિરાગ પાસવાનથી નારાજગી એટલે પણ હતી કે ચિરાગ પાસવાન સતત જેડીયૂ અને નીતિશ કુમારની વિરુદ્ધ એનડીએમાં રહીને પણ અભિયાન ચલાવી રહ્યા હતા.સાથે જ ચૂંટણીમાં પણ જેડીયૂ ઉમેદવારોની વિરુદ્ધ પોતાના લોકોને ટિકિટ આપીને ચૂંટણી લડાવી હતી.


