– ભાજપનાં મહિલા સભ્યની શિવસેના કાર્યકર્તાઓએ મારપીટ કર્યાનો આક્ષેપ : બન્ને પક્ષના કાર્યકર્તા વિખેરવા પોલીસે બળપ્રયોગ કરવો પડયો
મુંબઈ તા.17 : અયોધ્યામાં રામ જન્મભુમિ મંદિર નિર્માણ માટે જમીન ખરીદી વિવાદને લઈને શિવસેનાનાં મુખપત્ર સામનામાં આકર્ષક ટીપ્પણીના વિરોધમાં આજે ભાજપની યુવા શાખા દ્વારા માર્ચ કાઢી દાદર વિસ્તારમાં શિવસેના અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.કયારેક એકબીજાનાં સમર્થક રહેલા બન્ને પક્ષનાં સમર્થકોને છુટા પાડવા પોલીસે બળપ્રયોગ ક્રવો પડયો હતો.
બાદમાં આરોપ લગાવાયો હતો કે શિવસેના કાર્યકર્તાઓએ ભાજપની એક મહિલા સભ્યની મારપીટ કરી હતી.સામનાએ, પોતાના સંપાદકીયમાં અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ દ્વારા સંદીગ્ધ ભુમી ખરીદી સોદાની તપાસની માંગ કરાઈ છે.ભાજપ નેતા આશીષ સેલારે શિવસેના કાર્યકર્તાઓ સામે કાર્યવાહીની માંગણી કરી છે.એટલુ જ નહિં મહારાષ્ટ્રનાં પૂર્વ મંત્રી સેલારે એવી ચીમકી આપી હતી કે જો શિવસેના કાર્યકર્તાઓએ અમારા કાર્યકર પર ફરીથી હુમલો કર્યો તો અમે જવાબી કાર્યવાહી કરીશુ.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથે શિવસેનાનાં ગઠબંધન પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે શિવસેનાને કયારેક બાબરી મસ્જીદનાં ધ્વંશ પર ગર્વ હતો પણ હવે રાજનીતિક કારણોથી તે ભગવાન રામને બદનામ કરી રહી છે.ભાજપા સમર્થક અક્ષદા તેંડુલકરે આરોપ લગાવ્યો હતો કે જયારે તે વિરોધ પ્રદર્શન બાદ પોતાના વાહનથી પરત ફરી રહી હતી ત્યારે અચાનક શિવ સેના કાર્યકર્તાઓએ મારી પર હુમલો કર્યો હતો.અને પોલીસે તેમને રોકવા માટે પણ કંઈ ન કહ્યું


