આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર ઋુતા દુધાગરા અને તેના પતિ ચિરાગ દુધાગરા વચ્ચે ચાલી રહેલા આંતરિક મતભેદો અને કોર્પોરેટરની કથિત લવ સ્ટોરી આજે ખુલ્લી પડતા આપમાં સોપો પડી ગયો હતો.થોડા સમય અગાઉ કોર્પોરેટર ઋતા તેના પ્રેમી કેયુર કાકડીયા સાથે કથિત પણે ભાગી ગઇ હોવાનો ખુલાસો તેણીના પતિ ચિરાગ દુધાગરાએ પત્રકાર પરિષદમાં કર્યો હતો.
બે-ત્રણ દિવસથી પત્ની ગુમ હોવાની ચિરાગે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની ઋુતાને જાણ થઇ ગઇ હતી.સત્ય બહાર આવે તો આમ આદમી પાર્ટી હવે ઝીરો થઇ જશે. આપ ખતમ થઇ જશે.તેથી ઋુતએ દબાણ હેઠળ જાહેરમાં આવી પ્રેસ કોન્ફરન્સ કરી હોવાનો આક્ષેપ ચિરાગ દુધાગરાએ કર્યો હતો. સાથોસાથ પોતાના પર લગાવાયેલા આક્ષેપો બેબુનિયાદ અને પાયાવિહોણા હોવાનું જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીના વોર્ડ નં. 3ના કાર્યાલયમાંથી પ્રેસ કોન્ફરન્સ કરતા ચિરાગ દુઘાગરાએ કહ્યું કે, ‘આ આપની પાપલીલા છે.આપના લોકો બીજાના ઘર તોડાવતા હોય તે પણ કોર્પોરેટરોના.પ્રમુખ લેવલના વ્યક્તિ જો આવું કામ કરતા હોય અને પાર્ટી તેમની સામે પગલાં લઇ શકતી નહીં હોય તો આપની આ પાપલીલા કહેવાય.આપનો કોઇ પણ સભ્ય અને કોઇ પણ માણસ હશે તેને હું છોડીશ નહીં. કેમ કે, તેમને મારું ઘર બરબાદ કર્યું છે અને હું એટલા માટે ખુલીને બહાર આવ્યો છું’.
ભાજપ સાથેની સાંઠગાંઠનું ખંડન કરતા ચિરાગ દુધાગરાએ ઉમેર્યું કે, મેં કોઇ પાસે પાવલી કે પાંચ રૂપિયા લીધા નથી. હું ભાજપના કોઇ નેતા સાથે સંડોવાયેલો નથી.કોઇ ધારાસભ્ય સાથે સંડોવાયેલો નથી.જેઓ આક્ષેપ કરી રહ્યાં છે તેમની પાસે કોઇ પુરાવા નથી.ભાજપ સાથે મારો કોઇ વ્યવહાર નથી.તો મારી પાસે 25 લાખ રૂપિયા આવે ક્યાંથી? ઋુતા ત્રણ કરોડની ઓફર હોવાનું કહે છે તો તે અંગે પણ પુરાવા હોય તો રજૂ કરે? પાર્ટી પાસે ઋુતાનો કોઇ વિડીયો હોવાનું લાગી રહ્યું છે.તે વિડીયોમાં ઋુતા ફસાઇ ગઇ હોવાનું લાગે છે.
ચિરાગ દુધાગરાએ તેમના વિવાહીત જીવનની અંગત ડાયરીના પાના ખોલતા ઉમેર્યું કે, મેં કોઇ લવમેરેજ નથી કર્યા.ઋુતાએ ડાયવોર્સ પણ ખોટું બોલીને આપ્યા છે.વકીલે ખોટી રીતે મારી પાસેથી કાગળ ઉપર સહી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે. પેપર પણ ફાડી નાંખવામાં આવ્યા છે.ત્યારબાદ મને સમગ્ર હકીકત ખબર પડી હતી. ઋુતાએ મારા ઘરે જે ડાયવોર્સ પેપર મોકલ્યા છે. તેમાં મારી ડુપ્લીકેટ સહીઓ કરવામાં આવી છે.આપના સુરત પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના ફાર્મમાં ઋુતાએ બીજા લગ્ન પણ કર્યા છે.ત્યાં પણ દબાણથી તેને ઋુતાએ છૂટાછેડા કર્યા છે.છૂટાછેડા કરી ઋુતાને તેના અમરોલી ઘરે પિયરમાં મોકલી દેવાઇ હતી.
આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાનો ભાણેજ કેયુર કાકડીયા સાથે પત્ની ઋુતા દુઘાગરાએ લગ્ન કર્યા છે.હું ઘરે બેસી શકતો હતો.હું બીજા મેરેજ કરી શકતો હતો.પરંતુ મેં એટલા માટે નથી કર્યું કેમ કે આમ આદમી પાર્ટી સામે જો હું અત્યારે કઇ નહીં શકું તો લોકોને એવું લાગશે કે મેં 25 લાખ લીધા છે. ત્રણ કરોડની ઓફર આપી છે. તેની પાસે આવો કોઇ પુરાવો નથી.
મેં કોઇ આવી વાત કરી નથી.તો પ્રૂફ આવે ક્યાંથી? સરથાણા પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ કરીશ. તમામ રેકોર્ડિંગ મારી પાસે છે.મારી પાસે એવા પ્રૂફ છે.મનોજ સોરઠીયા,મહેન્દ્ર નાવડીયા અને પંકજ ધામેલીયા જે સુરતના યુવા પ્રમુખ છે.તેઓ પણ આ કૃત્યમાં સામેલ છે.આઝે સવારે સરથાણા પોલીસ મથકમાં પત્ની ઋુતા ગૂમ હોવાની ફરિયાદ નોંધાવતા આ મામલો બહાર આવ્યો હોવાનું ચિરાગે ઉમેર્યું હતું.


