– પહેલા કોંગ્રેસ બાદમાં ભાજપ અને હવે આમ આદમી પાર્ટી ઉપર જનતા ને વિશ્વાસ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
લોકો રાજકીય નેતાઓના ખોટા વાયદાઓથી થાક્યા છે,કોંગ્રેસ વખતે ભાજપ વાળા બૂમો પાડે છે અને ભાજપના સાશનમાં કોંગ્રેસ વાળા બૂમો પાડે છે અને સત્તામાં આવતા જ આપેલા વચનો ભૂલી જવાય છે અને જનતા ને લૂંટવામાં આવે છે.હાલ માં કોરોના કાળમાં બેહાલ જનતા ને રાહતની જગ્યા એ પેટ્રોલ ડીઝલ ના બેફામ ભાવ વધારો કરી દરેક વસ્તુઓના ભાવો વધવામાં સરકાર સીધી રીતે જવાબદાર હોવાની લાગણી જનતામાં પ્રવર્તી રહી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં વર્ષોથી પ્રાદેશિક પક્ષ કે અપક્ષને બદલે રાષ્ટ્રીય પક્ષને જ મતદારો વધુ પસંદ કરી રહ્યા છે.ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પક્ષ જ સક્રિય હોવાથી મતદારો માટે માત્ર બે જ વિકલ્પ રહેતા હતા અને બંનેને અજમાવ્યા બાદ રાહત મળી નથી અગાઉ લોકો પાસે ભાજપ અને કોંગ્રેસ બેજ વિકલ્પ હોઈ સત્તાધારી પક્ષ ભાજપને સત્તાનો ફાયદો મળી રહ્યો છે,જ્યારે કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિખવાદને કારણે જનતા સાથેનું સીધું જોડાણ તૂટી જવાથી પ્રજા પણ કોંગ્રેસથી દૂર થવા લાગી હતી.એનો પણ સીધો લાભ ભાજપને મળતો રહ્યો છે,એટલે તો રાજકીય વિશ્લેષકો પણ કહેતા આવ્યા છે કે ગુજરાતમાં ભાજપ જીતતો નથી,કોંગ્રેસ હારી રહી છે,તેથી સત્તામાં ભાજપ ટકી શકે છે પણ હવે સ્થિતિ બદલાઈ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ને અજમાવવા લોકો ત્રીજો વિકલ્પ અજમાવી શકે છે જે હાલ વાતાવરણ છે તે ઘણું બધું કહી જાય છે.
ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી ને સમર્થન મળી રહ્યું છે તે જોતા સત્તાપક્ષ ભાજપ માટે પડકાર ઊભો થયો છે,સાથે સાથે કોંગ્રેસ માટે પણ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવું અઘરું બની શકે છે.આગામી ચૂંટણીઓમાં જનતા ‘આપ’ને સાથ આપે તો કોંગ્રેસ બીજો નહીં ત્રીજો વિકલ્પ બની શકે છે.ગુજરાતની વર્ષોજૂની રાજકીય પેટર્નને બદલવામાં આપ સફળ થઈ શકે છે,કેમકે એવું કહેવાય છે કે ગુજરાત માં વર્ષોથી ભાજપ સત્તા પર જ છે,એની પાછળનું મુખ્ય કારણ પ્રજા પાસે કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નહોતો અને પ્રજાને કોંગ્રેસ ઉપર ભરોસો નહોતો,એટલે ના છૂટકે ગુજરાતના મતદારો ભાજપને ચૂંટીને સત્તામાં લાવતા રહ્યા હતા,પણ હવે આમઆદમી પાર્ટી એક વિકલ્પ બની શકે છે,જે રીતે દિલ્હીમાં શિક્ષણ,મહિલાઓ માટે બસ સેવા,વીજળી માં રાહત,હોસ્પિટલમાં અદ્યતન સારવાર વગરે સરકારી સવલતોના કારણે જનતા ની કમાઈનો મોટાભાગ નો હિસ્સો બચે છે અને આર્થિક સ્થિતિ જળવાઈ રહે છે લોકોને ફાયદો થયો હોવાનું મોટાભાગના લોકો નું માનવું છે ત્યારે રાજ્ય માં અહીં મોંઘું શિક્ષણ,મોંઘી સારવાર મોંઘી વીજળી અને ભાવ વધારાથી ત્રસ્ત જનતા આમ આદમી તરફ ઝોક વધતા આગામી દિવસો માં રાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન થશે કે નહિ તે બે નંબર ની વાત છે પણ જનતા માટે ફાયદો જ ફાયદો થાય એમ હોવાનું વિશ્લેસકો નું માનવું છે,પણ જનતા જનાર્દન તરીકે તમારું શુ માનવું છે તે વાત કરવાનો તમારો પણ અધિકાર છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સ માં જણાવો


