By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સમાજમાં દાખલો બેસાડ્યો: એક વ્યક્તિએ કિન્નર સાથે રીતિરિવાજ થી લગ્ન કર્યા, ટીકટોકથી પરિચયમાં આવ્યા હતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સમાજમાં દાખલો બેસાડ્યો: એક વ્યક્તિએ કિન્નર સાથે રીતિરિવાજ થી લગ્ન કર્યા, ટીકટોકથી પરિચયમાં આવ્યા હતા
GeneralNational

સમાજમાં દાખલો બેસાડ્યો: એક વ્યક્તિએ કિન્નર સાથે રીતિરિવાજ થી લગ્ન કર્યા, ટીકટોકથી પરિચયમાં આવ્યા હતા

HM News
Last updated: 30/06/2021 7:24 AM
HM News
4 years ago
Share
SHARE

મહારાષ્ટ્રના નાસિકમાં એક લગ્ન આજકાલ ચર્ચાનો વિષય છે.અહીં એક યુવકે સંપૂર્ણ રીતરિવાજ સાથે એક કિન્નર સાથે લગ્ન કર્યા છે.તેના પરિવારના સભ્યોએ પણ કિન્નર વહુ ને ખુલ્લા મનથી સ્વીકારી છે.લગભગ 15 દિવસ પહેલા એક સામાન્ય સમારોહમાં યોજાયેલા આ લગ્નની ચર્ચા સમગ્ર નાસિક જિલ્લામાં થઈ રહી છે.ઘણા દિવસો પછી પણ ઘણા લોકો દરરોજ કિન્નર પુત્રવધૂને મળવા તેના ઘરે આવતા હોય છે.

નાસિકના મનમાદમાં રહેતા સંજય ઝાલ્ટેએ સમાજ અને લોકોની પરવા કર્યા વિના 15 જૂને લક્ષ્‍મી નામના એક કિન્નર ને પોતાની પત્ની બનાવી છે.આ લગ્ન મંદિરમાં કોરોના સંક્રમણ સમયગાળા દરમિયાન થયાં હતાં.આ લગ્નમાં વધુ લોકો જોડાયા ન હતા,પરંતુ અહીં આવેલા તમામ લોકોએ આ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.સંજય કહે છે કે આ પ્રકારના લગ્નથી તે સમાજને સંદેશ આપવા માંગે છે.

સંજય ઝાલ્ટે અને કિન્નર ‘શિવલક્ષ્‍મી’ ની ઓળખાણ ટિકટોક દ્વારા થઈ હતી.થોડા દિવસોમાં જ ઓળખ પ્રેમમાં ફેરવાઈ અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.સંજયે તેની ઇચ્છા તેની માતાને જણાવી અને પછી તેની માતા શિવલક્ષ્‍મી પાસે ગઈ. તેમની સ્વીકૃતિ પછી, બંનેના લગ્ન મનમદના પ્રાચીન શિવ મંદિરમાં થયા.શિવલક્ષ્‍મીના કેટલાક અન્ય કિન્નરો પણ આ લગ્નમાં સામેલ થયા હતા.

આ લગ્ન અંગે સંજય ઝાલ્ટેએ કહ્યું કે કિન્નર પણ મનુષ્ય જ છે.તેની પણ પોતાની જિંદગી છે.તો તેની સાથે લગ્ન કરવામાં મુશ્કેલી શું છે? નવું જીવન શરૂ કરતી વખતે સંજયે એક ગીતની કેટલીક લાઈનો પણ કહી હતી કે ‘કુછ તો લોગ કહંગે લોકો કા કામ હૈ કહેના’. સંજયની માતા કહે છે કે તે સાંભળીને આશ્ચર્ય થાય છે કે દીકરાએ કોઈ કિન્નર સાથે લગ્ન કર્યા છે. પરંતુ એ પણ સાચું છે કે બંનેએ સમાજની સામે એક નવો આદર્શ રજૂ કર્યો છે. હાલમાં આ લગ્ન ગામના લોકો માટે પણ ચર્ચાનો વિષય છે.

શિવલક્ષ્‍મી કહે છે, “ભારતીય સંસ્કૃતિમાં છોકરી લગ્ન પછી તેના પતિના ઘરે જાય છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મને પુત્રવધૂ તરીકે સ્વીકારવામાં આવશે, પરંતુ અમારા બંનેના પરિવારે સમાજની તમામ રૂઢીચુસ્ત પરંપરાઓ કરતાં વધુ અમારા સંબંધને મહત્ત્વ આપ્યું.મારા નામના ખરા અર્થમાં મને લક્ષ્‍મી તરીકે સ્વીકારી એ એક સપના જેવું જ છે.

ત્રીજી લહેરના સકંજામાં બાળકો આવ્યા તો મા-બાપ શું કરશે ? સુપ્રીમનો કેન્દ્રને સવાલ
મલાડમાં રામનવમીએ રમખાણ મચાવવાનું પૂર્વનિયોજિત કાવતરું હતું
સીધા કરવેરાની આવક રૂા.1.68 લાખ કરોડ ઘટી પણ કારણ મંદી નહી ટેક્ષ રેટ ઘટાડો
ખુરશીમાં બેસવાની તકરાર, બેંકના ગાર્ડે ફાયરિંગ કરતા મહિલા કર્મી ઈજાગ્રસ્ત
EXCLUSIVE : ગુજરાત મેરીટાઈમ બોર્ડ ફરી વિવાદમાં, હઝીરા પોર્ટના લાયસન્સ મામલે દેશના ટૉપ વકીલો મેદાનમાં
Share This Article
Facebook Email Print
Previous Article મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન, જાણો અચાનક શું થયું
Next Article કોરોનથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર ચૂકવો : કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up