By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પરમાણુ મિસાઈલ્સ સ્ટોર કરવા માટે 100 જેટલી સાઈટ્સનુ નિર્માણ કરી રહ્યુ છે ચીન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પરમાણુ મિસાઈલ્સ સ્ટોર કરવા માટે 100 જેટલી સાઈટ્સનુ નિર્માણ કરી રહ્યુ છે ચીન
GeneralInternational

પરમાણુ મિસાઈલ્સ સ્ટોર કરવા માટે 100 જેટલી સાઈટ્સનુ નિર્માણ કરી રહ્યુ છે ચીન

HM News
Last updated: 01/07/2021 11:16 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.1 જુલાઈ : ભારત સહિતના સંખ્યાબંધ દેશો સાથે પંગો લેનાર ચીન કોરોનાકાળમાં પણ પોતાની સૈન્ય શક્તિ વધારવામાં પડ્યુ છે.ચીનની ઈકોનોમી કોરોના કાળમાં પણ તેજીમાં છે અને બીજી તરફ ચીન હથિયારોનો ખડકલો કરી રહ્યુ છે. હવે એવા અહેવાલ આવ્યા છે કે, ચીને પોતાના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલા રણમાં પરમાણુ બોમ્બ લઈ જવા માટે સક્ષમ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલો રાખવા માટે 100 જેટલી સ્ટોરેજ સાઈટ તૈયાર કરવા માડી છે.

આ સ્ટોરેજ સાઈટ્સને સાઈલો તરીકે ઓળખવામાં આવે છે.જેમાં આ પ્રકારની મિસાઈલોને સ્ટોર કરીને રાખવામાં આવી છે.ખાસ કરીને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલ્સની રેન્જ ઘણી વધારે હોય છે.આ મિસાઈલ્સ એક ખંડમાંથી લોન્ચ કરાયા બાદ બીજા ખંડમાં આવેલા કોઈ પણ દેશને ટાર્ગેટ કરવા માટે સક્ષમ હોય છે.બીજા શબ્દોમાં કહીએ તો આ મિસાઈલની રેન્જમાં દુનિયાના સંખ્યાબંધ દેશ આવી જતા હોય છે.

ચીન પાસે આ પ્રકારની ડીએફ-5 અને ડીએપ-41 જેવી મિલાઈલ્સ છે.જે અમેરિકા પર હુમલો કરવા માટે સક્ષમ છે.ખાસ કરીને અમેરિકાને ધ્યાનમાં રાખીને જ ચીને આ મિસાઈલ્સ બનાવી હોવાનુ કહેવાય છે.અમેરિકન અખબારના અહેવાલ અનુસાર કેલિફોર્નિયાના જેમ્સ માર્ટિન સેન્ટરના સંશોધકોએ સેટેલાઈટ તસવીરોની મદદથી તારણ કાઢ્યુ છે કે, ચીન દ્વારા સેંકડો કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા રણમાં મિસાઈલ્સ રાખવા માટે 100 જેટલી સ્ટોરેજ સાઈટસનુ નિર્માણ થઈ રહ્યુ છે.જેનો એક એ પણ થાય કે ચીન પોતાની પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ મિસાઈલ્સની સંખ્યા વધારી રહ્યુ છે.આમ ચીનની પરમાણુ ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે.એક અંદાજ પ્રમાણે હાલમાં ચીન પાસે 250 થી 300 જેટલા પરમાણુ હથિયારોનો ભંડાર છે.

AAP vs BJP : આપ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ C.R પાટીલને માજી બુટલેગર કહ્યા, ઈટાલીયા સામે સુરતના 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
CM વિજય રૂપાણી પાસે ‘હૈયાવરાળ’ ઠાલવતા વસાવા
રાજ્યસભા સાંસદ અમરસિંહે દુનિયાને કહ્યું અલવિદા, છેલ્લા 6 મહિનાથી હતા બીમાર
ગુજરાત બજેટ 2022-23 : સગર્ભાઓ મહિલાઓને ‘પોષણક્ષમ આહારֹ’ની ભેટ
ઈન્કમટેક્સ રિટર્ન કરો ફાઈલ, ઓનલાઈન ભરવા માટે ITR-1 અને ITR-4 ફોર્મ જારી કરાયા
Share This Article
Facebook Email Print
Previous Article મહિલા પ્રિન્સિપાલનો આપઘાત, માય લવ જય, હું તમારા સૌની ગુનેગાર પણ આવું નર્ક જેવું જીવન નથી જીવાતું
Next Article પુણે : ડૉક્ટર યુગલે કરી આત્મહત્યા, ડૉક્ટર્સ ડે પહેલા પત્ની અને બાદમાં પતિએ આપ્યો જીવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up