– કોંગ્રેસ નેતાએ કરોડોનું ફુલેકુ ફેરવ્યું
– પાર્ટીનાજ નેતાઓ સાથે આચરી છેતરપિંડી
ગુજરાત કોંગ્રેસના નેતા સચિન વાલેરાએ કોરોડોનું ફુલેકું ફેરવ્યું અને છેલ્લા 4 માસથી તેઓ ગાયબ છે.તેમણે પાર્ટીના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ સાથેજ છેતરપિંડી કરી છે.જેથી પાર્ટીમાં રોષનો માહોલ ફેલાયો છે.એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે આ વખતે ફરી કોંગ્રેસના નેતા વિવાદમાં આવ્યા છે.કોંગ્રેસના યુવા નેતા પર આક્ષેપ લાગ્યા છે, કે તેમણે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે.સચીન વલેરા ગુજરાત કોંગ્રેસના પ્રોટોકલ મંત્રી છે.જોકે જે રીતે તેમણે કોરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું છે તે જાણીને તમે પણ હેરાન રહી જશો.
ફુલેકુ ફેરવ્યા બાદ છેલ્લા 4 મહિનાથી સચિન વલેરા સંપર્ક વિણોણા બન્યા છે.
તેમણે કોંગ્રેસના ઘણા નેતાઓ તેમજ કાર્યકરોના રૂપિયા ચાઉ કરી લીધા છે.જેના કારણે લોકો તેમને શોધી રહ્યા છે.પરંતુ તેઓ છેલ્લા 4 મહિનાથી સંપર્ક વિહોણા બન્યા છે.જેથી લેણદારોમાં રોષનો માહોલ છે.
ટિકીટની લાલચ આપી રૂપિયા ઉઘરાવ્યા
સચીન વાલેરાએ જે લોકો પાસેથી રૂપિયા લીધા છે.તેમને ટિકીટની લાલચ તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં કામ કરવાની સલાહ આપી હતી.જે લાલચમાં લલચાઈને ઘણા લોકોએ તેમને રૂપિચા આપ્યા હતા.જે રૂપિયા લઈને હાલ તેઓ ગાયબ થઈ ગયા છે.જેના કારણે પાર્ટીનો માહોલ ગરમાયો છે તેમજ લોકો તેમને શોધી રહ્યા છે.રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત તેમજ રાજીવ સાતવના નામે સચિન વાલેરાએ લોકો પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા.રૂપિયા તો પરત કોઈને નથી મળ્યા જેથી જેમના રૂપિયા અટવાયા છે તે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. તે લોકોએ સચિન વાલેરાની ફરિયાદ રાજસ્થાન CMO અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓને કરી છે.
શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એક કાર્યકરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી હતી.પરંતુ પાર્ટીની આબરૂને સાચવવા કોંગ્રેસ નેતાઓએ તે અરજી પાછી ખેચી લીધી.જોકે મહત્વનું છે કે જે લોકો પાસેથી સચિન વાલેરાએ ઉછીના રૂપિયા લીધા છે તેમાથી અમુક લોકોએ લખાણ પણ લખાવ્યું છે.


