By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વડોદરા SOG P.I દેસાઈના ગુમ પત્ની ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > વડોદરા SOG P.I દેસાઈના ગુમ પત્ની ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?
GeneralVadodara

વડોદરા SOG P.I દેસાઈના ગુમ પત્ની ગુમ સ્વીટી પટેલ કેસમાં નવો વળાંક, દહેજમાં બિલ્ડીંગ પાછળ મળેલા હાડકા કોના?

HM News
Last updated: 12/07/2021 10:11 AM
HM News
4 years ago
Share
SHARE

– દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગની શોધખોળ કરાતાં મકાનની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં

વડોદરા : વડોદરા જિલ્લાના પીઆઈ અજય દેસાઈના પત્ની ગુમ થવાનો મામલો સ્વીટી પટેલ છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી ગુમ છે.પોલીસ દહેજમાં મોટાપાયે શોધખઓળ ચલાવી રહી છે.ત્યારે પોલીસને તપાસ દરમિયાન શંકાસ્પદ હાડકા મળી આવ્યા છે.દહેજના અટાલી ગામ પાસે અવાવરૂ જગ્યા પર આવેલ બિલ્ડિંગ પાછળથી હાડકા મળ્યા છે. હાલ પોલીસે આ શંકાસ્પદ હાડકા તપાસ માટે FSL માં મોકલ્યા છે.તેના DNA ટેસ્ટ પણ કરાશે.આ હાડકા સ્વીટી પટેલના હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. FSL અને DNA રિપોર્ટ બાદ જ સત્ય હકીકત સામે આવશે.

પોલીસ છેલ્લા પાંચ દિવસથી દહેજમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે.ત્યારે શનિવારે બપોર બાદ દહેજ પાસેના અટાલી ગામ નજીક આવેલા 3 માળના અવાવરુ બિલ્ડિંગની શોધખોળ કરાતાં મકાનની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં કેટલાંક હાડકાં મળ્યાં હતા.આ હાડકા પોલીસ માટે પણ કોયડો સમાન બન્યા છે. પહેલાતો આ હાડકાં માનવ શરીરનાં છે કે પ્રાણીઓનાં છે તે તપાસમાં આવશે.હાડકાને એકઠા કરી એફએસએલમાં મોકલી દેવાયા છે.એફએસએલ દ્વારા હાડકાંના નમૂના એકત્ર કરીને તપાસ શરૂ કરાઇ હતી.

35 દિવસથી ગુમ છે સ્વીટી પટેલ

સ્વીટી પટેલના ગુમ થયાના 35 દિવસ થઈ ચૂક્યાં છે.પરંતુ હજી સુધી પોલીસને તેના કોઈ સમાચાર મળ્યા નથી.પોલીસ હાલ PI દેસાઈના સીડીએસ રિપોર્ટની રાહ જોઈ રહી છે.જેમાં વધુ ચોંકાવનારી માહિતી મળી શકે છે.પરંતુ સ્વીટી પટેલ અને પીઆઈ અજય દેસાઈનું પ્રેમપ્રકરણ ભારે ચર્ચામાં રહ્યુ હતું. સ્વીટી પટેલના અગાઉ લગ્ન થયા હતા.પતિથી અલગ થયા બાદ સ્વીટી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતી હતી.વર્ષ 2015 માં અમદાવાદ રૂરલમાં એલ.આઇ.બી.માં પી.એસ.આઇ. તરીકે અજય દેસાઈનું પોસ્ટીંગ હતું.એક સ્કૂલમાં “માઇન્ડ પાવર” નામના યોજાયેલા ક્રાયક્રમમાં પી.આઇ. એ.એ. દેસાઇ અને સ્વીટી પટેલ સંપર્કમાં આવ્યા હતા.તે બાદ તેઓ વચ્ચે પ્રેમ પ્રાંગર્યો હતો.તેના બીજા જ વર્ષે 2016 માં બંનેએ લગ્ન કર્યા હતા.

સ્વીટીની હત્યાની શંકાથી મૃતદેહોની તપાસ કરી

ગુમ થયાના એક મહિના બાદ સ્વીટીની હયાતીના કોઈ પુરાવા મળ્યા નથી.તેથી પોલીસે હવે બીજી દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે.રાજ્યના બિનવારસી મૃતદેહોની શોધખોળ બાદ પોલીસે પાડોશી રાજ્યોમાં બિનવારસી મૃતદેહોની તપાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં હત્યાની શંકા સેવાઈ રહી છે.રાજસ્થાન,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી બિનવારસી મૃતદેહોની માહિતી એકત્ર કરવા સાથે તપાસ શરૂ કરી છે.

ફ્રાન્સ પાસે 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાનો મોકો, રવિવારે મહામુકાબલો
વાપીમાં મંદિરોને નોન આલ્કોહોલિક સેનેટાઇઝથી કરાઈ રહ્યા છે સેનેટાઈઝ
સુરતીઓ માસ્ક અચૂક પહેરજો નહીં તો દંડ થશે : શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સ્પષ્ટતા કરાઈ,માસ્ક નહીં પહેરનારાઓને દંડ ફટકારવામાં આવશે
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મહેન્દ્રસિંહ ધોનીને લોકસભાની ચૂંટણી લડવા આમંત્રણ આપ્યું
સત્તાના નશામાં મદ રાજકોટ DCP પ્રવીણ મીણાને પત્રકારો ઉપર ચડ્યું શૂરાતન : CMએ હાથ જોડી પોલીસ વતી માફી માંગી
Share This Article
Facebook Email Print
Previous Article સુરત પાલ-ઉમરા બ્રિજનું નામકરણ વિના જ લોકાર્પણ : સ્થાનિકોમાં ભારે રોષ : ભગવાન રઘુરામ સેતુ નામ કરવા ખારવા સમાજે કરી હતી માંગ
Next Article અલ કાયદાના આતંકવાદીઓ પાસેથી હિંદુ ધાર્મિક સ્થળોના નકશા મળ્યા, 3 હજારમાં જાતે બનાવ્યો બોમ્બ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up