આ વેપારી ગુજરાત બહારથી આવ્યો હતો અને સુરત ટેકસ્ટાઈલ માર્કેટમાં વેપાર કરવા માટે પણ કેટલાક લોકો અઠવા સ્થાનિક વેપારી દ્વારા જે હરકરત કરવામાં આવી તે ગંભીર છે મોડી રાત્રે આ વીડિયો વાયરલ થતાની સાથે જ સુરત પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી છે.
ગુજરાત નહિ પણ ભારતભરમાં સુરત ટેકસટાઇલ માર્કેટનું હબ છે અને અલગ અલગ રાજ્યોમાંથી વેપારીઓ વેપાર માટે સુરત આવતા હોય છે.ત્યારે ટેકસટાઇલ માર્કેટનો એક વિડીયો વાયરલ થયો છે.આ વિડીયોમાં જોવામાં આવે તો એક વેપારીને અર્ધ નગ્ન કરી વેપારીને હાથમાં એક બોર્ડ આપવામાં આવ્યું છે.જેમાં ‘ ચોર ‘ શબ્દ લખવામાં આવ્યો છે અને આખી માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો.જ્યારે આ વેપારી ગુજરાત બહારથી આવ્યો હતો અને સુરત ટેકસ્ટાઈલ માર્કેટમાં વેપાર કરવા માટે પણ કેટલાક લોકો અઠવા સ્થાનિક વેપારી દ્વારા જે હરકરત કરવામાં આવી તે ગંભીર છે મોડી રાત્રે આ વીડિયો વાયરલ થતાની સાથે જ સુરત પોલીસ દોડતી થઈ હતી અને તપાસ શરૂ કરી છે .
સુરત પોલીસે વીડિયોમાં દેખાતા વેપારીની તપાસ કરતા વેપારી તમિલનાડુનો હોવાનું બહાર આવ્યું છે.પોલીસે વેપારીનો કોન્ટેક પણ કર્યો જો વેપારી સુરત આવીને ફરિયાદ નહીં આપે તો સુરત પોલીસ સરકારી પક્ષ તરફ ફરિયાદ નોંધશે પણ હાલમાં જે વેપારીઓ આ હરકત કરી તે વેપારીનો અટકાયત કરી દેવામાં આવી છે અને આ બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.


