મુંબઇ : પોતાના બંગલે જ્યારે પતિ રાજ કુન્દ્રાની હાજરીમાં જ શિલ્પા શેટ્ટીની પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે શિલ્પા ઘણી વખત હિંમત હારી ગઇ હતી.તેણી પોલીસ સમક્ષ ત્રણ-ચાર વખત રડી પડી હતી.શિલ્પાએ જણાવ્યું હતું કે, આ પ્રકરણના કારણે તેની ઇમેજને ધક્કો લાગ્યો છે.તેના હાથમાંથી ઘણી બ્રાન્ડસ અને ક્રોન્ટ્રેકસ નીકળી ગયા છે.
એક રિપોર્ટના અનુસાર શિલ્પા પોતે આ મામલે કાંઇ જાણતી હોવાની વાતનો ઇન્કાર કર્યો છે.અભિનેત્રીએ ઊલટતપાસ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે વિયાન કંપની ગયા વરસે જ છોડી દીધી હતી.હોટ શોટ એપ શું છે અને તે કઇ રીતે કામ કરે છે તેનાથી તે સાવ અજાણ છે, તે ફક્ત એટલું જ જાણે છે કે તેનો પતિ વેબ સીરીઝ અને શોર્ટ ફિલ્મો બનાવતો હતો.તેણે પોલીસને એમ પણ કહ્યું હતું કે,ઇરોટિકા અને પોર્ન ફિલ્મમાં ખાસ્સો તફાવત છે અને તેનો પતિ નિદ્રોષ છે.
ઉલ્લેખનયી છે કે, ટેલિવિઝનના ડાન્સ રિયાલિટી શોમાંથી પણ શિલ્પા નીકળી ગઇ છે. શિલ્પા આ શોમાં બાળકો સાથે હસી-મજાક કરી લેતી હતી તેમજ ઘણી વખત ઇમોશનલ થઇને રડી પડતી પણ જોવા મળતી હતી.આજે આ જ ભૂલકાઓ સામે શિલ્પા ફરી આવવાની હિંમત કરી શકતી નથી.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વચ્ચે તિરાડ પડી ?
શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુન્દ્રા થોડા સમયથી ચર્ચામાં છે.રાજ કુન્દ્રા પર પોર્નફિલ્મો બનાવાનો આરોપ હેઠળ ધરપકડ કરીને પોલીસ કસ્ટડીમાં ધકેલી દીધો છે.શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે આ મામલે વધુ તપાસ કરવા તેમના જુહુના બંગલા પર છાપો માર્યો હતો.
આ દરમિયાન પોલીસે રાજ કુન્દ્રાને પણ બંગલે લઇ જવાયો હતો જ્યાં પતિ-પત્ની વચ્ચે ઊગ્ર બોલાચાલી થઇ હતી.પોલીસે શિલ્પા શેટ્ટીની પણ આ મામલે ઊલટતપાસ લીધી હતી પરિણામે શિલ્પા શેટ્ટી પોલીસ સમક્ષ ધુ્રસકે ધુ્રસકે રડી પડી હતી.એક મીડિયા રિપોર્ટના અનુસાર, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વચ્ચે તીવ્ર બોલાચાલી થઇ હતી.પોલીસે શિલ્પાની લગભગ બે કલાક પુછપરછ કરી હતી. પરિણામે શિલ્પા હેરનાપરેશના થઇ ગઇ હતી.શિલ્પા આ પુછપરછ દરમિયાન ભાંગી પડી હતી.તેણે કંપનીમાં પોતાની ભાગીદારી વિશે ઇનકાર કર્યો હતો તેમજ સાથે એમ પણ કહ્યું હતું કે તે હોટશોટ્સ એપના કન્ટેટ મામલે કાંઇ જ જાણતી નથી. શિલ્પાએ એમ પણ કહ્યું હતું કે, ઇરોટિકા પોર્નથી અલગ છે,મારો પતિ પોર્ન નહીં પરંતુ ઇરોટિકામાં સક્રિય હતો.રાજ કુન્દરાની કસ્ટડી ૨૭ જુલાઇ સુધી લંબાવામાં આવી છે.

