By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં ત્રણ વર્ષમાં 1.29 કરોડ રેશન કાર્ડ રદ કરાયાં
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં ત્રણ વર્ષમાં 1.29 કરોડ રેશન કાર્ડ રદ કરાયાં
GeneralNational

દેશમાં ત્રણ વર્ષમાં 1.29 કરોડ રેશન કાર્ડ રદ કરાયાં

HM News
Last updated: 28/07/2021 8:30 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી : દેશમાં છેલ્લાં ત્રણ વર્ષમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા 1.29 કરોડ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યાં છે,જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર યાદીમાં ટોચ પર છે.આ ઉપરાંત સરકારે આશરે 20,000 ફેર પ્રાઇસ શોપ્સ (FPS)ની સામે પણ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી હતી.ઉત્તર પ્રદેશમાં ત્રણ વર્ષમાં 93,78,789 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યાં હતાં,જેમાં 2018માં (43,72,491), 2019 (41,52,273) અને 2020 (8,54,025) રેશન કાર્ડ રદ કરવામાં આવ્યાં હતા.જ્યારે મહારાષ્ટ્રમાં 20,37,947 રેશન કાર્ડ રદ કરવામાં આવ્યાં હતાં,જેમાં 2018માં 12,81,922, 2019માં 6,53,677 અને 2020માં 1,02348 રેશન કાર્ડરદ કરવામાં આવ્યાં હતાં, એમ ગ્રામીણ વિકાસ રાજ્યપ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ લોકસભામાં માહિતી આપી હતી.આ સાથે મધ્ય પ્રદેશ (3,54,535), હરિયાણામાં (2,91,926), પંજાબ (2,87,474), દિલ્હી (2,57,886) અને આસામમાં (1,70,057) રેશન કાર્ડ રદ કરવામાં આવનાર છે.

સરકારને રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક કર્યા પછી જાહેર વિતરણ પદ્ધતિ હેઠળ રેશન કાર્ડધારકની ખાતરી કર્યા પછી ડુપ્લિકેટ, બોગસ રેશન કાર્ડને રદ કરવાનું સરળ બન્યું હતું.લોકસભામાં એક બીજા સવાલના જવાબમાં પ્રધાને માહિતી આપી હતી કે ટાર્ગેટેડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (TPDS) (કન્ટ્રોલ) ઓર્ડર 2015ની જોગવાઈઓના ઉલ્લંઘન કરવામાં આવે તો એસેન્સિયલ કોમોડિટીઝ એક્ટ, 1955 હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.

આ ઉપરાંત FPS સામે પગલાં ભરનારાં કુલ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ 13,905 સાથે ટોચનું રાજ્ય છે,જ્યારે કેરળે 3139 શોપ સામે કાર્યવાહી કરી છે.

વલસાડ જિલ્લા ખાણ ખનિજ વિભાગે અધ્ધધ 30 કરોડનો દંડ વસુલ્યો
ગુજરાત હાઈકોર્ટ દ્વારા નીચેની કોર્ટોને બંધ કરાઈ
દેગામ રેલ્વે ફાટક પાસેથી નવસારી LCB પોલીસે 1.35 લાખના દારૂ સાથે એકની ધરપકડ
કાબુલ એરપોર્ટ : કાંટાળી દિવાલ પાર મોકલાયેલ એ બાળકનું શું થયું? જાણો વાયરલ તસવીરની હકીકત
સ્ટીલ મેકર કંપની SAIL અને NMDC સામે સરકારની મોટી કાર્યવાહી, ડિરેક્ટરો અને અધિકારીઓને કર્યા સસ્પેન્ડ
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપ નેતાની માતા અને દિકરાની કુલ્હાડીથી કાપીને કરાઇ હત્યા
Next Article રાજ કુન્દ્રાની વધુ એક પોલ ખૂલી, ગુજરાતના વેપારીને પણ લાખોનો ચૂનો ચોપડ્યો હતો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up