– ટેરર ફંડિંગ કેસમાં ચાલી રહી છે તપાસ
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) જમ્મુ -કાશ્મીરમાં ટેરર ફંડિંગ અને આઈએસઆઈએસ મોડ્યુલથી જોડાયેલા મામલામાં દરોડા પાડી રહી છે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર જુદા જુદા ભાગોમાં 40 સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જમ્મુ -કાશ્મીરમાં ટેરર ફંડિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતા રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ 14 જિલ્લાઓમાં 40 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIA ની સાથે જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF નાં જવાનો પણ દરોડામાં સામેલ હતા.આ દરમ્યાન જમાત-એ-ઇસ્લામી નામના પ્રતિબંધિત સંગઠનનાં સભ્યોનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.પાકિસ્તાન તરફી હોવાને કારણે આ અલગાવવાદી સંગઠનને વર્ષ 2019 માં કેન્દ્ર સરકારે પ્રતિબંધિત જાહેર કર્યો હતો.
પ્રતિબંધ હોવા છતાં ઘાટીમાં જમાત-એ-ઇસ્લામીની પ્રવૃત્તિઓ વધ્યા બાદ NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.ઈન્ડિયા ટુડેનાં સમાચાર અનુસાર,દરોડા પહેલા દિલ્હીથી એક વરિષ્ઠ ડીઆઈજી અને ટીમ શ્રીનગર પહોંચી હતી. શ્રીનગર,બડગામ,ગાંદેરબલ,બારામુલ્લા, કુપવાડા,બાંદીપોરા,અનંતનાગ,શોપિયાં,પુલવામા,કુલગામ,રામબન,ડોડા,કિશ્તવાડ અને રાજૌરી જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા હતા.આ પહેલા 31 જુલાઈએ એનઆઈએએ આઈડી રિકવરી અને ટોચના લશ્કર-એ-મુસ્તફા કમાન્ડર હિદાયતુલ્લાહ મલિક સંબંધિત કેસના સંદર્ભમાં જમ્મુ-કાશ્મીરમાં 14 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
NIA ની સાથે, કેન્દ્રશાસિત પ્રદેશનાં શ્રીનગર અને બારામુલ્લા અને અનંતનાગ જિલ્લાઓમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં ગુપ્તચર બ્યુરો, RAW અને જમ્મુ અને કાશ્મીર પોલીસ પણ સામેલ હતી. 24 જુલાઈનાં રોજ સીબીઆઈએ ગન લાઈસન્સનાં ગેરકાયદેસર વેચાણનાં સંબંધમાં જમ્મુ અને કાશ્મીરનાં વરિષ્ઠ આઈએએસ અધિકારી શાહિદ ઈકબાલ ચૌધરીનાં નિવાસસ્થાન સહિત 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા.શાહિદ ઈકબાલ ચૌધરી હાલમાં જમ્મુ-કાશ્મીરમાં સચિવ,આદિવાસી બાબતો અને CEO મિશન યુથ છે.તેમણે કઠુઆ,રિયાસી,રાજૌરી અને ઉધમપુર જિલ્લાનાં ડેપ્યુટી કમિશનર તરીકે પણ સેવા આપી છે.આરોપ છે કે, તેમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં લોકોને નકલી નામે લાઇસન્સ આપ્યા હતા.માહિતી અનુસાર, વર્ષ 2012 થી જમ્મુ -કાશ્મીરમાંથી ગેરકાયદેસર રીતે બે લાખથી વધુ બંદૂક ડાયસન્સ આપવામાં આવ્યા છે.તેને ભારતનું સૌથી મોટું ગન લાયસન્સ કૌભાંડ માનવામાં આવે છે.

