By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બારડોલીના માણેકપોર નજીકથી 66 લાખથી વધુના ગાંજા સાથે બે ઝડપાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > બારડોલીના માણેકપોર નજીકથી 66 લાખથી વધુના ગાંજા સાથે બે ઝડપાયા
GeneralSouth Gujarat

બારડોલીના માણેકપોર નજીકથી 66 લાખથી વધુના ગાંજા સાથે બે ઝડપાયા

HM News
Last updated: 10/08/2021 11:58 AM
HM News
4 years ago
Share
SHARE

– સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને એલસીબી પોલીસે હોટલના પાર્કિંગમાંથી 661 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં માણેકપોર ગામની સીમમાં આવેલ સહયોગ હોટલના પાર્કિંગ માંથી એલસીબી પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે.એલસીબીની ટીમે ટેમ્પામાંથી 661 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત રૂ. 66.10 લાખ સહિત કુલ 73.47 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી ટેમ્પામાં ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહયો હતો.પોલીસે આ ગુનામાં બે વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા છે.

સુરત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.સુરત જિલ્લામાં નશાયુક્ત પદાર્થોનું મોટા પ્રમાણમાં ધૂમ વેચાણ થઈ રહયું છે.જિલ્લામાં આમ તો દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે પરંતુ હવે દારૂની જગ્યાએ મોટાભાગે ગાંજાનો જથ્થો ઝડપાઈ રહ્યો છે.જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે. અને બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડા પાડી ગાંજાનો જથ્થો ઝડપીપાડવામાં આવી રહયો છે.બારડોલી તાલુકાના માણેકપોર ગામની સીમમાં ને.હા-53 ઉપર આવેલ સહયોગ હોટલના પાર્કિંગમાં એક ટેમ્પો ચાલક ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો ભરી લાવી ઊભો હતો.જે અંગેની બાતમી સુરત જિલ્લા એલસીબી પોલીસને મળતા તેમણે રેડ કરી હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ એક ટેમ્પા માંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસે કુલ 661 કિલોગ્રામ ગાંજો કિંમત રૂ. 66.10 લાખના જથ્થા સાથે ચાલક દિવાકર ક્રુષ્ણચંદ્ર બહેરા (રહે, સમાં ગામ, બારાપલ્લી સાહી, જી-ગંજામ, ઓરિસ્સા) તથા ક્લીનર સુશાન્ત બનમાલી પ્રધાન (રહે, સમાગામ, જી, ગંજામ, ઓરિસ્સા) ને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછતાછ કરતાં આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો.આ ગાંજાનો જથ્થો સમાગામ ખાતે રહેતા રવિન્દ્ર બહેરા નાએ ભરાવ્યો હતો અને માણેકપોર ગામની સીમમાં સહયોગ હોટલના પાર્કિંગમાં ટેમ્પો પાર્ક કર્યા બાદ ત્યાંથી અન્ય એક વ્યક્તિ આ ગાંજાનો જથ્થો લેવા આવનાર હોય પોલીસે આ ગુનામાં બે વ્યક્તિને વોંટેડ જાહેર કરી કુલ 73.47 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એનડીપીએસ એક્ટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગૃહ મંત્રાલયના આદેશ બાદ NIAએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને ડી-કંપની સામે કેસ નોંધ્યો
PM મોદી વિરુદ્ધ નિવેદન મુદ્દે મલ્લિકાર્જુન ખડગેના પુત્રને ECએ નોટિસ ફટકારી
છગન ભુજબળ સામેના મની લોન્ડરિંગ કેસમાં 13મી ઓક્ટો.એ ચુકાદો
17 વર્ષના કિશોરે 15 વર્ષની કિશોરીને ગર્ભવતી બનાવતા પોકસો એક્ટ હેઠળ ફરિયાદ
ગુજરાતમાં ઓપરેશનલ કામગીરી વખતે મહિલા પોલીસકર્મીની સુરક્ષા માટે ફૂલ બોડી પ્રોટેક્ટર ખરીદાયા
Share This Article
Facebook Email Print
Previous Article બારડોલી સુગર ફેકટરીમાં નિધિ આપકે દ્વાર કાર્યક્રમ યોજાયો
Next Article પાકિસ્તાનમાં સમારકામ બાદ હિંદુઓને સોંપાયુ મંદિર, 8 વર્ષીય બાળકના જામીન બાદ કરવામાં આવી હતી તોડફોડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up