ભાજપના બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલ તેમની દીકરીની વયની એક યુવતી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યા છે, ૪ મિનિટ ને ૬ સેકન્ડનો રંગરેલિયા મનાવતો આ કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ભાજપના નેતાઓનું માથું શરમથી ઝૂકી જાય તેવો આ કથિત વીડિયો ફરતો થતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
વીડિયોમાં ભાજપના નેતા ખુશખુશાલ દેખાય છે અને યુવતી સાથે અશ્લીલ હરકતો કરતી અન્ય એક વ્યક્તિ પણ નજરે પડે છે.બનાસકાંઠા જિલ્લામાં રંગીન મિજાજના બુઝુર્ગ નેતાનું કથિત પ્રકરણ છેલ્લા પાંચ વર્ષથી જોરશોરથી ચર્ચામાં હતું જે હવે ખૂલીને બહાર આવ્યું હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે.
એક સમયે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીમાં એક પછી એક સેક્સકાંડ સામે આવી રહ્યા છે, હમણાં જ કચ્છ-ભૂજમાં ભાજપના યુવા નેતા હોટેલમાંથી પકડાયા હતા,ભાજપના મોવડીમંડળની આબરૃના ધજાગરા ઊડે તેવા પ્રકરણો સામે આવતાં જાય છે,પણ એકેય ભાજપના નેતા જાહેરમાં ખુલીને બોલવા તૈયાર નથી કે ઘટનાની નિંદા કરવા ય તૈયાર નથી.હવે ભાજપના સાંસદ પરબત પટેલનો કથિત અશ્લીલ વીડિયો સામે આવ્યો છે,જેમાં પરબત પટેલ સોફા પર બેઠા બેઠા જુવાન યુવતી સાથે અશ્લીલ હરકતો કરે છે, એ પછી અર્ધનગ્ન હાલતમાં યુવતી સાથે આ નેતા અડપલાં કરતાં હોવાનું પણ કથિત વીડિયોમાં સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાચર ગામના મગાભાઈ પટેલ દ્વારા બનાસકાંઠાના નેતાનો વીડિયો ૧૫ ઓગસ્ટે વાયરલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જોકે એ પહેલાં જ સોશિયલ મીડિયામાં કથિત વીડિયો ફરતો થયો છે.
વાયરલ વીડિયો અંગે અગાઉ પરબત પટેલે આપી હતી સ્પષ્ટતા
બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની રંગરેલિયા મનાવતા ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા બાબતે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ સ્પષ્ટતા કરી છે કે જેમાં ફોટા અને વીડિયો વાયરલ થઈ ગયા છે. તે મારા નથી મને બ્લેકમેલ કરવા માટે વીડિયો એડિટ કરીને બનાવ્યો છે.તમામ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા તે મેં જોયા નથી પણ મને મીડિયા દ્વારા જે વાત જાણવા મળી કે મઘાભાઈ પટેલ નામના વ્યક્તિએ જે ફોટા અને વીડિયો વાયરલ કરાશે ફોટા મારા નથી,તે ફોટા એડિટ કરીને મને બદનામ કરવા માટેનું બ્લેકમેલિંગ કરવા માટે ષડયંત્ર છે.
અગાઉ પણ મને બ્લેકમેલ કરવા ઘણા લોકોએ પ્રયત્ન કર્યા હતા.અને પૈસાની માગણી કરી હતી.આ જે યુવતી ફોટામાં દેખાય છે.તે કોણ છે એવું એને ઓળખતો પણ નથી.મારે તેની સાથે કોઇ પરિચય નથી અને હું એને મળ્યો પણ નથી.